Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વેસદડા નજીક દોડતી ટ્રકની કેબિનમાં ભીષણ આગ, ભરૂચ-દહેજ માર્ગ પર ટ્રાફિક જામ

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ-દહેજ માર્ગ પર વેસદડા ગામ નજીક મંગળવારે મોડી રાત્રે દોડતી ટ્રકની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં માર્ગ પર દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતાં પસાર થતા વાહનચાલકોમાં પણ ભય ફેલાયો હતો.

મળતી માહિતી મુજબ ટ્રક દહેજ તરફ જઈ રહી હતી ત્યારે અચાનક કેબિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. ચાલકે સમયસૂચકતા દાખવી ટ્રકને માર્ગની બાજુમાં ઊભી રાખી બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર કેબિન તેની ઝપેટમાં આવી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગના કારણે ભરૂચ-દહેજ માર્ગ પર થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ ટ્રાફિક ફરી પૂર્વવત્ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. શોર્ટ સર્કિટ અથવા અન્ય ટેકનિકલ ખામીના મુદ્દે તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. સદ્દનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નોંધાયા નથી, પરંતુ ટ્રકની કેબિનને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.


Share

Related posts

ભરૂચ નગરના લિંક રોડ પર આવેલ મેડિકલની દુકાન સીલ કરાઇ…..

ProudOfGujarat

ભરૂચ : ચકલા વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં સ્થાનિક દ્વારા અપાયેલા નિવેદન મામલે નગરપાલિકા પ્રમુખ સ્થળ મુલાકાતે.

ProudOfGujarat

નડીયાદ પાસે કારને એસ.ટી.બસે ટક્કર મારતાં વૃદ્ધનું મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!