Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કાઉન્સિલરે નાણાંકિય વર્ષનો આખો હિસાબ માંગ્યો. પાલિકાએ ઝેરોક્ષના ૭૦ હજાર જમા કરવા કહેતાં મામલો ગરમાયો : ભરૂચ નગરપાલિકાના વર્ષ ૨૦૨૫-૨૬ના વાર્ષિક હિસાબ મુદ્દે વિવાદ સર્જાયો 

Share

 

ભરૂચ નગરપાલિકામાં વિપક્ષે પાલિકા સભ્યના હોદાના રહે વર્ષ ૨૦૨૫-૨૬ના નાણાકિય વર્ષના ખર્ચના હિસાબના દસ્તાવેજો માંગ્યા હતા. જોકે, પાલિકાએ તે હિસાબના અંદાજે ૩૫થી ૪૦ હજાર પાનાની ઝેરોક્ષ કાઢવાની થતી હોઈ તેના બદલામાં ૭૦ હજારથી માંગણી કરતાં મામલો ગરમાયો છે. વિપક્ષે હિસાબમાં પારદર્શિતાનો અભાવ હોવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે મુખ્ય અધિકારીએ તમામ આક્ષેપોને નકારી નિયમ મુજબ કાર્યવાહી થઈ રહી હોવાનું જણાવ્યું હતું.

Advertisement

ભરૂચ નગરપાલિકામાં ગત ૧૭ જૂલાઈના રોજ મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના સભ્યો દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ના વાર્ષિક હિસાબો બાબતે ખુલાસા માંગવામાં આવતાં હોબાળો થયો હતો. જોકે, સત્તાપક્ષે કોઈપણ હિસાબ આપ્યા વિના જન ગણ મન ગાઈને સભા આટોપી લીધી હતી. જેના પગલે સમગ્ર મામલાએ રાજકિયપ ધારણ કર્યું હતું. સત્તાપક્ષે સામાન્ય સભામાં હિસાબ નહી આપતાં વિપક્ષી કોંગ્રેસે આખા નાણાંકિય વર્ષના હિસાબની નકલ એક સભ્ય તરીકે દરેક સભ્યને મળવી જોઈએ અને તે ચૂંટાયેલાં સભ્યોનો કાયદાકિય અધિકાર હોવાનું જણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે, સભ્યોને હિસાબોથી વંચિત રાખી ગુજરાત નગરપાલિકા અધિનિયમની સભા સંચાલનના નીયમોની કલમ ૫૧નો સ્પષ્ટ ભંગ કરાયો છે. ગુજરાત નગરપાલીકા અધિનિયમ ૧૯૬૩ની જોગવાઈઓ હેઠળ ચૂંટાયેલાં સભ્યોને નગરપાલિકાના વહિવટી, હિસાબો અને જનહિતના કાર્યોની તમામ વિગતો તેમજ રેકોર્ડ જોવાનો અને મેળવવાનો કાયદાકિય અધિકાર હહોવ છતાં ભરૂચ પાલિકા દ્વારા આ અધિકારનું હનન કરી રહી છે. ઉપરાંત તેમણે આક્ષેપ કર્યો હતો કે, પાલિકાએ તેમને આખા વર્ષના હિસાબના દસ્તાવેજ આપવાના બદલામાં ૭૦ હજારની ફી જમા કરવા કહી ચૂંટાયેલાં સભ્યોના અધિકાર પર તરાપ મારવાનો પ્રયાસ કરી વિપક્ષને દબાવવાનો પ્રયાસ કર્યો છે.

ત્યારે સમગ્ર ઘટનાને લઈને હાલમાં ભરુચ નગરપાલિકાનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે ભરૂચ નગરપાલીકાની તાનાશાહી અને બીન-લોકશાહી વલણની નિંદા કરી માગ કરી હતી કે. વર્ષ ૨૦૨૫-૨૬ના વાર્ષિક હિસાબો ફરીથી ખાસ સામાન્ય સભા બોલાવી ચર્ચા અને મતદાન સાથે પસાર કરવામાં આવ, ચૂંટાયેલાં સભ્યોને માંગ્યા મુજબ સાધનિક પુરાવા સાથેની તમામ માહિતી તાત્કાલિક વિના મૂલ્યે આપવામાં આવે તેમજ આ ગંભીર બાબતની રાજ્ય સરકાર દ્વારા તપાસ કરાવી દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવા સાથે જો ૭ દિવસમાં તેમની માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.

પાલિકાના નિયમ મુજબ ઝેરોક્ષ કરાવવાનો ખર્ચ વસુલવાનો પત્ર લખ્યો હતો 

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નં. ૧ના સભ્ય દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં થયેલા કામો, ટેન્ડરની નકલ સહિત ૩૫થી ૪૦ હજારથી વધુ પાનાની માહિતી માંગવામાં આવી છે. જે ખુબ જ વધુ પ્રમાણમાં છે. જેના કારણે તેની ઝેરોક્ષ કરાવવાનો ખર્ચ ખુબ મોટો થતો હોવાથી નગરપાલિકાના નિયમ મુજબ તે વસુલવાનો પત્ર પાલિકાએ લખ્યો હતો. જો, પાલિકા આ ખર્ચ ઉઠાવે તો પાલિકાને જાહેર નાણાનું ભારે નુકસાન થાય તેમ છે. હાલમાં જે કાર્યવાહી કરાઈ છે. તે નિયમ મુજબ જ કરાઈ છે. -હરીશ અગ્રવાલ, મુખ્ય અધિકારી, ભરૂચ નગરપાલિકા.


Share

Related posts

સુરતના ડીંડોલી કેનાલ રોડ પરથી ટ્રકના ચોર ખાનામાંથી રૂપિયા 13,00,000 થી વધુ ના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સર્વેલંન્સ ટીમ

ProudOfGujarat

નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે નિબંધ સ્પર્ધામાં દિલનાજે ત્રીજો ક્રમ મેળવી સેગવાનું નામ રોશન કર્યું

ProudOfGujarat

વાલીયાના ઘોડા ગામે રાતોરાત ચાલતા ગેરકાયદેસર માટી ખનન પર તંત્રનો દરોડો : ૫ ડમ્પર અને ૧ એક્સેવેટર મશીન સીઝ; રૂ. 1.90 કરોડનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!