Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

RICE CRACKERSની આડમાં 2,502 કિલો પોસડોડાની હેરાફેરીનો પર્દાફાશ, ₹4.04 કરોડનો મુદ્દામાલ જપ્ત

Share

 

સુરત ગ્રામ્ય એલસીબીએ નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મોટી સફળતા મેળવી આંતરરાજ્ય નાર્કોટિક્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મુંબઈ-દિલ્હી નેશનલ હાઈવે પર ટ્રકમાં **RICE CRACKERS (ચોખાની પાપડી)**ની આડમાં છુપાવી હેરાફેરી કરવામાં આવી રહેલા 2,502.775 કિલોગ્રામ પ્રતિબંધિત પોસડોડાના જથ્થા સાથે કુલ ₹4.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Advertisement

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબી અને પેરોલ ફરો સ્ક્વોડે ડિંડોલી વિસ્તાર નજીક મુંબઈ-દિલ્હી નેશનલ એક્સપ્રેસ-4 પર ટ્રક નંબર RJ-54-GA-1550ને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં ચોખાની પાપડીની બેગોની નીચે પ્રતિબંધિત પોસડોડાનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ટ્રકના ચાલક **સુનિલ ભવરલાલ બિશ્નોઈ (રાજસ્થાન)**ની ધરપકડ કરવામાં આવી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મધ્યપ્રદેશના રતલામથી પોસડોડાનો જથ્થો ટ્રકમાં ભરી રાજસ્થાન લઈ જઈ રહ્યો હતો. ટ્રાન્સપોર્ટ દરમિયાન શંકા ન જાય તે માટે પોસડોડાને RICE CRACKERSની બેગોની આડમાં છુપાવવામાં આવ્યો હતો. પોલીસે મુખ્ય સપ્લાયર સહિત અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

આ કાર્યવાહીમાં પોલીસે 2,502.775 કિલોગ્રામ પોસડોડા, ટ્રક, રોકડ, મોબાઈલ ફોન અને 150 બેગ RICE CRACKERS સહિત કુલ ₹4,04,28,825નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીને આ જથ્થો પહોંચાડવા બદલ ₹70 હજાર મળવાના હોવાનું પણ સામે આવ્યું છે.


Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીની કંપનીમાં લાખ રૂપિયા ઉપરનું મટીરીયલ ચોરાયું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ફ્રુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ આખરે અંક્લેશ્વરમાં સક્રિય….

ProudOfGujarat

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં પાલિકાએ 12 મકાનો તોડી નાંખતા રહીશોમાં રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!