Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અણોઈના ફાર્મ હાઉસમાં દારૂના જથ્થા પર માંગરોળ પોલીસનો દરોડો : 4,314 બોટલ વિદેશી દારૂ-બિયર સહિત રૂ.9.70 લાખનો મુદ્દામાલ જપ્ત, એક ઝડપાયો; ચાર આરોપી ફરાર

Share

 

વાંકલ:

Advertisement

 

સુરત ગ્રામ્યના માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અણોઈ ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ‘ફાર્મસ ગ્રીન વિલા’ નામના ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 4,314 બોટલ સહિત રૂ.9.70 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે સ્થળ પરથી એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.

માંગરોળ પી.આઈ. દેસાઈને ખાનગી બાતમી મળી હતી કે અણોઈ ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસની ખુલ્લી જગ્યામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતાં વિદેશી દારૂ અને બિયરની 4,314 બોટલ મળી આવી હતી.

પોલીસે રૂ.9,65,400નો દારૂ-બિયરનો જથ્થો, બે મોબાઈલ ફોન અને રૂ.5,000 રોકડ મળી કુલ રૂ.9,70,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા જથ્થામાં રોયલ સ્પેશિયલ, ટ્યુબર્ગ બિયર, રોયલ સ્ટેગ, ઈમ્પિરિયલ બ્લુ, મેજિક મોમેન્ટ્સ અને બ્લેન્ડર્સ પ્રાઈડ સહિતની વિવિધ બ્રાન્ડનો દારૂ હોવાનું સામે આવ્યું છે.

આ કાર્યવાહીમાં વિપુલભાઈ મનહરભાઈ વસાવા (રહે. અણોઈ, મૂળ આંબાવાડી, તા. માંગરોળ) ઝડપાયો છે.

ચાર આરોપી વોન્ટેડ

પોલીસે જગદીશ ઉર્ફે જગો રવિયાભાઈ વસાવા (રહે. લુણા, તા. વાલિયા, જિ. ભરૂચ), દિવ્યેશભાઈ ચીમનભાઈ વસાવા (રહે. લુણા), સાહિલ (રહે. લુણા) અને ઈનોવા ગાડીના અજાણ્યા ચાલકને વોન્ટેડ જાહેર કર્યા છે. જગદીશ ઉર્ફે જગો ઈનોવા ગાડીમાં દારૂનો જથ્થો લાવનાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

માંગરોળ પોલીસે પકડાયેલા આરોપી સહિત પાંચેય વિરુદ્ધ ગુજરાત નશાબંધી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


Share

Related posts

પોરબંદર : ભર શિયાળે આંબો કેસર કેરીથી ઊભરાયો, ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા પહોંચતા કુતૂહલ સર્જાયુ.

ProudOfGujarat

ભરૂચ : શેઠ ફળિયા વિસ્તારમાં ગટરલાઇન લીકેજનાં કારણે મકાનમાં ભૂવો પડયો.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે બકરા ચોરી પલાયન થયેલ ગેંગના બે આરોપીઓને અમદાવાદના વટવા ખાતેથી પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!