Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે 33 વર્ષીય યુવક ઝડપાયો : રૂ.20 હજારની કિંમતનું હથિયાર કબજે, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

Share

 

દહેજ :

Advertisement

વાગરા તાલુકાના દહેજ પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને ઉપયોગ સામે પોલીસ દ્વારા ચાલી રહેલી કાર્યવાહી અંતર્ગત એક યુવકને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ દહેજ પોલીસના સર્વેલન્સ સ્ટાફે મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી.

પોલીસને બાતમી મળી હતી કે દહેજ ગામના વાડી ફળિયામાં રહેતો એક ઈસમ દેશી હાથ બનાવટની પિસ્તોલ લઈને ફરી રહ્યો છે. બાતમીને આધારે સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન શંકાસ્પદ હિલચાલ જણાતા પોલીસે **અનિલકુમાર અરવિંદભાઈ ગોહિલ (ઉંમર 33 વર્ષ, રહે. દહેજ, વાડી ફળિયું)**ને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપીની તલાશી લેતાં તેની પાસેથી આશરે રૂ.20 હજારની કિંમતની એક દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી. પોલીસે પિસ્તોલ કબજે લઈ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે દહેજ પોલીસે આરોપી અનિલકુમાર ગોહિલ વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 25(1)(એ) તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી પાસે આ દેશી બનાવટની પિસ્તોલ ક્યાંથી આવી હતી, તે કોને આપવાની હતી કે તેનો ઉપયોગ કયા હેતુસર કરવાનો હતો તે સહિતની દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


Share

Related posts

કેવડીયા કોલોની ખાતે શ્રેષ્ઠભારત ભવનની બીલ્ડીંગ નજીકથી દરૂની ડીલીવરી આપવાં જતાં બુટલેગર ઝડપાયો…

ProudOfGujarat

ગુજરાત યુનિવર્સિટીમાં NSUI ના કાર્યકરોએ કુલપતિ વિરોધી સુત્રોચ્ચાર કર્યા, પોલીસે અટકાયત કરી

ProudOfGujarat

આમ આદમી પાર્ટી છોટાઉદેપૂર દ્વારા પોલિસ કર્મીઓના પ્રશ્ન અંગે જિલ્લા પોલિસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!