Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ધોળીકુઈ બજારમાં ક્લિનિકની આડમાં આંક-ફરકનો જુગાર ઝડપાયો : ત્રણ શખ્સ ઝડપાયા, રોકડ-મોબાઈલ સહિત ₹1.10 લાખનો મુદ્દામાલ કબજે

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેર A ડિવિઝન પોલીસે ધોળીકુઈ બજાર વિસ્તારમાં આંક-ફરકનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ ₹1,10,350નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના અને ભરૂચ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ A ડિવિઝન PI આર.એમ. વસાવાની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ધોળીકુઈ બજારમાં આવેલી વખારીયા ક્લિનિક ખાતે આંક-ફરકના આંકડા લઈ હાર-જીતનો જુગાર રમાડાતો હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં બે શખ્સો મળી આવ્યા હતા, જ્યારે તપાસમાં વધુ એક શખ્સની સંડોવણી સામે આવી હતી. પોલીસે ત્રણેયને ઝડપી પાડીને તેમની પાસેથી ₹80,250 રોકડા, ત્રણ મોબાઈલ, કેલ્ક્યુલેટર તથા બુક-બોલપેન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઝડપાયેલા આરોપીઓ
મનોજભાઈ ચપકલાલ વખારીયા (ઉં.વ.59)
અનિલભાઈ માણેકલાલ મહેતા (ઉં.વ.59)
તરણભાઈ જિતેન્દ્રભાઈ મોદી (ઉં.વ.45)

આ અંગે ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ મથકે જુગારધારા કલમ 12(અ) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી PI આર.એમ. વસાવા સહિતની ટીમે હાથ ધરી હતી.


Share

Related posts

રાહુલ ગાંધીએ પી.એમ મોદી પર એપ નિર્ભરનું નિશાન ચિંધ્યું !

ProudOfGujarat

વડોદરામાં સુમનદીપ વિદ્યાપીઠ નર્સિંગ કોલેજમાં 11 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ન મળતા કલેકટરને રજૂઆત.

ProudOfGujarat

ગોધરા : બી ડીવીઝન પોલીસે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી ઝડપી પાડી, વધુ તપાસ ફોરેસ્ટ વિભાગને સોંપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!