Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજમાં ખાનગી ટ્યૂશન ક્લાસના શિક્ષક સામે સગીર વિદ્યાર્થિનીની છેડતીનો આક્ષેપ :  વિદ્યાર્થિનીના પરિવારની ફરિયાદ બાદ પાલેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ તાલુકાના પાલેજ ગામે ખાનગી ટ્યૂશન ક્લાસના શિક્ષક સામે સગીર વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યાનો આક્ષેપ થતાં ચકચાર મચી છે. વિદ્યાર્થિનીના પરિવારજનોએ પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ પાલેજ ખાતે આવેલા બ્રાઇટ ટ્યૂશન ક્લાસમાં આસપાસના ગામોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. અહીં શિક્ષક તરીકે કામ કરતા ઐયુબ બેલિમ સામે ટ્યૂશનમાં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થિનીના પરિવારે ગંભીર આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, ગત 7 ઓગસ્ટના રોજ વિદ્યાર્થિની ટ્યૂશન ક્લાસમાં અભ્યાસ માટે ગઈ હતી. આ દરમિયાન શિક્ષકે એકલતાનો લાભ લઈ તેને રોકી હતી અને બાદમાં અયોગ્ય રીતે શારીરિક અડપલાં કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી ગભરાયેલી વિદ્યાર્થિની ઘરે પરત ફર્યા બાદ પોતાની માતાને સમગ્ર હકીકત જણાવી હતી.

વિદ્યાર્થિનીની વાત સાંભળ્યા બાદ પરિવારજનો ચોંકી ઊઠ્યા હતા. તેમણે વિદ્યાર્થિનીને સાંત્વના આપ્યા બાદ સમગ્ર ઘટનાની વિગતો જાણી હતી અને ત્યારબાદ પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પાલેજ પોલીસે શિક્ષક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની તપાસ બાદ જ ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.


Share

Related posts

ભરૂચની નર્મદા ચોકડી ખાતેથી પિસ્તોલ અને દેશી તમંચા સાથે બે શખ્સોને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

ઝઘડિયા આરોગ્ય કેન્દ્ર દ્વારા મોટાસાંજા ગામે વિશ્વ ટીબી દિવસ ઉજવાયો.

ProudOfGujarat

જે.એસ.એસ ભરૂચ દ્વારા સ્વચ્છતા મેરેથોન રેલી યોજાઇ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!