Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બેફામ દોડતા ટેલરના ડ્રાઈવરે બાઈકને ટક્કર મારતાં ચાલકનું સ્થળ પર જ મોત : ભરૂચની નર્મદા ચોકડી પાસે સબર હોટલ સામે બનેલી ઘટના

Share

 

ઝઘડિયા તાલુકાના મુલદ ગામે રહેતાં અનિલ સોમા વસાવાના તેમના ગામમાં જ રહેતાં મામા દિનેશ મોરારભાઈ વસાવા તેમની બાઈક લઈને થરેથી મજૂરીકામે જવાનું કહી ઘરેથી નિકળ્યાં હતાં. જ્યારે તઓ મુલદ ટોલપ્લાઝા પર નોકરીએ ગયાં હતાં. દરમિયાનમાં સાંજના પોણા પાંચેક વાગ્યે તેમના એક મિત્રએ ફોન કરી જણાવ્યું હતું કે, નર્મદા ચોકડી પાસે એક બાઈક ચાલકનો અકસ્માત થયો છે અને તે મુલદ ગામનો જ છે. જેથી તેઓ તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. તેમણે ત્યાં જઈ તપાસ કરતાં તેમના મામાની બાઈક ત્યાં અકસ્માતંગસ્ત પડેલી હતી. જયારે તેમના મામાની ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થયેલી લાશ પણ પડેલી જણાઈ હતી. તેમણે આસપાસમાં પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, ટાટા ટેલરના ચાલકે પોતાનું ટેલર પુરઝડપે અને ગફલતભરી રીતે નર્મદા ચોકડીથી સુરત તરફ જવાના સર્વિસ રોડ પર હંકારી લાવી તેમના મામાની બાઈકને પાછળથી ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવ્યું હતું. તેમજ તેણે પોતાનું ટેલર સ્થળ પર જ મુકી ત્યાંથી ભાગી ગયો હતો. બનાવ સંદર્ભે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ મોવી રોડ પર હિટ એન્ડ રનની ઘટના, ડમ્પર ચાલકે બાળકને કચડી નાંખતા મોત નીપજયું

ProudOfGujarat

વડોદરા : ગ્રાહકના સ્વાંગમાં બુરખાધારી ત્રણ મહિલાઓ 1.40 લાખની કિંમતનું સોનાનું બ્રેસલેટ ચોરી ફરાર.

ProudOfGujarat

ભરૂચની ખાનગી શાળાના ટ્રસ્ટી અને ઇનર વ્હીલ ક્લબના નીકીબેન મહેતાના પિતા એ લખેલ મેકેનિકલ એન્જિનિયરિંગ મોડ્યુલ્સ સરકારી કોલેજમાં ભેટ સ્વરૂપે અર્પણ કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!