Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી દુષ્કર્મ કરનારને ૨૦ વર્ષની સખત કેદ : અંકલેશ્વર સ્પેશિયલ પોક્સો કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : આરોપીને ૪૮ હજારનો દંડ… પિડીતાને ૪ લાખ વળતર ચૂકવવા આદેશ

Share

 

 

Advertisement

ઝઘડિયા તાલુકામાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર પ્રકારના કેસમાં અંકલેશ્વરની સ્પેશિયલ ડેઝિગ્નેટેડ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી જસવંત ગોવિંદ વસાવાને દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ઉપરાંત આરોપીને ૪૮ હજારનો દંડ તેમજ પિડીતાને ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ ૪ લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

કેસની વિગત મુજબ વર્ષ ૨૦૨૨માં ૨૭ માર્ચના રોજ ઝથડિયા પોલીસ મથકે એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તેમજ આરોપી જસવંત ગોવિંદ વસાવાની ધરપકડ કરી હતી. પોલીસે સમગ્ર મામલાની ઝીણવટભરી રીતે તપાસ કરી ગુનાને લગતાં તમામ જરૂરી પુરાવા એકત્ર કર્યા બાદ આરોપી વિરુદ્ધ અંકલેશ્વરની સ્પેશિયલ ડેઝિગ્નેટેડ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

કેસની સુનાવણી અંકલેશ્વરની સ્પેશિયલ ડેઝિગ્નેટેડ પોક્સો કોર્ટના જજ સી. કે. મુન્શીની કોર્ટમાં ચાલી હતી. ટ્રાયલ દરમિયાન સરકાર તરફથી સરકારી વકીલ જે. બી. પંચાલે કેસની અસરકારક રજૂઆત કરી હતી. કેસમાં કુલ ૧૩ જેટલાં સાળીઓની તપાસ કરવામાં આવી હતી. જ્યારે ૨૧ દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં. સરકારી વકીલે કોર્ટ સમક્ષ રજૂ કરેલી દલીલો, સાક્ષીઓના નિવેદનો, તબીબી રિપોર્ટ સહિતના પુરાવાઓને આધારે આરોપી જસવંત ગોવિદ વસાવાને પોક્સો એકટની વિવિધ કલમો હેઠળ દાષિત ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા તેમજ ૪૮ હજારનો દંડ ફટકાર્યો હતો. સાથે જ પીડિત સગીરાના પુનર્વસન અને સહાય માટે ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ ૪ લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.


Share

Related posts

દશેરા નિમિત્તે ફાફડા બનાવવા એકને એક તેલનો વારંવાર ઉપયોગ થતા AMC ફૂડ વિભાગની કાર્યવાહી.

ProudOfGujarat

ગોધરા : ઉદ્યોગપતિ હાજી ફિરદોસ કોઠી દ્વારા કોવિડ સેન્ટરમાં ઠંડા પાણી માટે કૂલર આપવામાં આવ્યુ.

ProudOfGujarat

અમદાવાદની બે કિશોરીએ એશિયા રોલર સ્કેટિંગમાં અપાવ્યો ગોલ્ડ-સિલ્વર મેડલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!