Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સારણના ખેડૂતોની ધારાસભ્ય અરૂણસિંહ રણાને પ્રદૂષણ મુદ્દે રજૂઆત : GIDCની ત્રણ કંપનીઓમાંથી પ્રદૂષિત ગેસના આક્ષેપ; પાક અને વૃક્ષોને નુકસાન થતું હોવાનો દાવો, તાત્કાલિક તપાસની માંગ

Share

 

વાગરા તાલુકાના સારણ ગામના ખેડૂતોએ ખેતીના પાક અને વૃક્ષોને થઈ રહેલા નુકસાનના મુદ્દે આજે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને રજૂઆત કરી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે GIDC વિસ્તારમાં આવેલી હેમાની કોપર, જી.એસ.પી. અને નીલકંઠ એન્વાયરો કંપનીઓમાંથી નીકળતા પ્રદૂષિત ગેસના કારણે ખેતરોમાં ઊભા પાક તેમજ મોટા વૃક્ષોને નુકસાન થઈ રહ્યું છે.

Advertisement

ખેડૂતોના જણાવ્યા મુજબ, પ્રદૂષિત ગેસની અસરના કારણે કપાસ, તુવેર, મગ સહિતના કઠોળ પાકોને નુકસાન થઈ રહ્યું છે. સાથે જ ખેતરોમાં આવેલા લીમડા અને સમડી જેવા મોટા વૃક્ષો પણ સુકાઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ખેતી પર નિર્ભર પરિવારોને પાકના નુકસાનના કારણે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે અને તેમની આજીવિકા સામે પણ પ્રશ્નો ઊભા થયા છે.

ખેડૂતોએ અગાઉ તા. 10 ઓગસ્ટના રોજ આ જ મુદ્દે ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી હતી. રજૂઆત બાદ મામલતદાર કચેરી દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓને સ્થળ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. GPCBની ટીમે કંપની ખાતે તપાસ કરી હોવાનું ખેડૂતોનું કહેવું છે, પરંતુ તપાસમાં શું તારણ આવ્યું તેની જાણ ખેડૂતોને કરવામાં આવી નથી.

ખેડૂતોએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી કે કંપનીનું ઉત્પાદન ફરી શરૂ થાય તો પાકને વધુ નુકસાન થવાની ભીતિ છે. તેથી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવી પ્રદૂષણનું કારણ શોધવામાં આવે, જવાબદાર સામે કડક કાર્યવાહી થાય અને ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર અપાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

હવે ધારાસભ્યની રજૂઆત બાદ જિલ્લા તંત્ર અને GPCB દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર ખેડૂતોની નજર છે.


Share

Related posts

ભરૂચ : મકતમપુર અને તેની આસપાસના વિસ્તારમાં 8 મી ઓકટોબરના રોજ વીજ પુરવઠો રહેશે બંધ.

ProudOfGujarat

દક્ષિણ ગુજરાત ના ખેડૂતો માટે આનંદ ના સમાચાર* *ઉકાઇ ડેમ ની સપાટી માં થતો સતત વધારો*

ProudOfGujarat

વાલિયામાં કેબલ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. ભરૂચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!