Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં રાત્રે રસ્તા પર રખડતા પશુઓ સામે પાલિકાની કાર્યવાહી : લીંક રોડ પરથી 8થી વધુ પશુઓ પકડાયા; પાંજરાપોળ ખાતે મોકલાયા, રાત્રિ દરમિયાન પશુ પકડવાની કામગીરી યથાવત્ રહેશે

Share

 

ભરૂચ:

Advertisement

 

ભરૂચ શહેરમાં રાત્રિના સમયે મુખ્ય માર્ગો અને રસ્તાઓ પર રખડતા પશુઓના કારણે અકસ્માતનો ભય સતત રહે છે. રસ્તા વચ્ચે બેસી રહેતા પશુઓને કારણે ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાતી હોવાની ફરિયાદો વચ્ચે ભરૂચ નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગત રાત્રે ભરૂચ નગરપાલિકાની પશુ પકડવાની ટીમ દ્વારા શહેરના લીંક રોડ વિસ્તારમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન રોડ પર બેસેલા અને રખડતા 8થી વધુ પશુઓને પકડી લેવામાં આવ્યા હતા. પકડાયેલા પશુઓને ત્યારબાદ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

નગરપાલિકા દ્વારા રાત્રિના સમયે પશુઓ પકડવા માટે ખાસ ટીમની નિમણૂક કરવામાં આવી છે. આ ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ કરી રસ્તા પર બેસતા કે રખડતા પશુઓને પકડી પાંજરાપોળ ખાતે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે.


Share

Related posts

રાજપીપળા : તલાટીઓને સોંગદનામાની સત્તા આપતા નર્મદા જિલ્લા બાર એસોસિએશનએ કલેક્ટરને આવેદન આપ્યું.

ProudOfGujarat

નેત્રંગ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

વાંકલ ખાતે હર ઘર તિરંગા યાત્રા યોજી 400 મીટર લાંબા તિરંગો લહેરાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!