Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ખનિજ માફિયા સામે તવાઈ: ઓગસ્ટમાં 10 ટ્રક સહિત રૂ.3.35 કરોડનો મુદ્દામાલ જપ્ત : બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ સામે વિશેષ ઝુંબેશ; ભીમપોરમાં સિલિકા સેન્ડના ગેરકાયદે ખનન પર દરોડો, 2 એક્સકેવેટર અને 3 ડમ્પર કબજે

Share

 

ભરૂચ:

Advertisement

 

ભરૂચ જિલ્લામાં બિનઅધિકૃત ખનન, ખનિજના ગેરકાયદે વહન અને સંગ્રહ સામે ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા ઓગસ્ટ માસ દરમિયાન વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભુસ્તરશાસ્ત્રી, ભરૂચના માર્ગદર્શન હેઠળ વિભાગની તપાસ ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ તેમજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ ઝુંબેશ અંતર્ગત ભરૂચ-દહેજ રોડ, નેશનલ હાઇવે પર વરેડિયા નજીક તેમજ ઝઘડિયા-રાજપારડી રોડ પર વહેલી સવારે આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન સાદી રેતીનું બિનઅધિકૃત વહન કરતા GJ 16 AV 0650 અને GJ 16 AY 8546 નંબરના બે વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા.

તે ઉપરાંત બ્લેકટ્રેપ ખનિજનું બિનઅધિકૃત વહન કરતા GJ 06 AV 0712, GJ 16 AY 9152 અને GJ 88 AT 7833 નંબરના ત્રણ વાહનો તેમજ ગ્રેવલનું બિનઅધિકૃત વહન કરતા GJ 16 AW 1225 અને GJ 16 AW 4751 નંબરના બે વાહનો મળી આવ્યા હતા. આમ કુલ 7 વાહનો સીઝ કરી રૂ.1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને રૂ.13.85 લાખની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત ઓગસ્ટ-2026 દરમિયાન હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશમાં અત્યાર સુધીમાં બિનઅધિકૃત રીતે ખનિજનું વહન કરતા કુલ 10 ટ્રક જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી સરકારી તિજોરીમાં રૂ.20.47 લાખની મહેસૂલી આવક વસૂલ કરવામાં આવી હોવાનું વિભાગે જણાવ્યું છે.

ભીમપોરમાં સિલિકા સેન્ડના ગેરકાયદે ખનન પર દરોડો

ઝઘડિયા તાલુકાના ભીમપોર ખાતે સિલિકા સેન્ડ ખનિજના બિનઅધિકૃત ખનન અને સંગ્રહ અંગે મળેલી માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન 2 એક્સકેવેટર મશીન અને 3 ડમ્પર મળી આશરે રૂ.1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સંડોવાયેલા ઈસમો સામે ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-2017 હેઠળ નિયમોનુસાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે જ જિલ્લામાં મંજૂર કરાયેલા 33 સ્ટોક રજીસ્ટ્રેશન ધરાવતા વિસ્તારોની તપાસ પણ હાથ ધરવામાં આવી છે, જેની આગળની ચકાસણી હાલ ચાલુ હોવાનું વિભાગે જણાવ્યું છે.

ખનિજની ગેરકાયદેસર હેરાફેરી અને ખનન સામે વિભાગની આ કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.


Share

Related posts

તળાજા પોલિસ ને પેટ્રોલીગ દરમિયાન મળેલી બાતમી ના આધારે જુગારીઓ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બાળમેળા અને લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરાયું

ProudOfGujarat

વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા હરીપુરા ગામમાંથી સાત ફૂટના મગર રેસ્ક્યુ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!