Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : તલાટીઓને સોંગદનામાની સત્તા આપતા નર્મદા જિલ્લા બાર એસોસિએશનએ કલેક્ટરને આવેદન આપ્યું.

Share

નર્મદા ડીસ્ટ્રીકટ બાર એસોસીયએશન દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જણાવ્યા મુજબ તા.૦૬/૧૦/ ૨૦૨૦ ના રોજ ગુજરાત સરકાર એ વિવિધ સેવાઓ માટે ડીજીટલ સેવા સેતુ માધ્યમથી માત્ર ૨૦ રૂપીયાની ફી થી ૨૨ જેટલી સેવાઓ ૮ ઓકટોબરથી ઓનલાઇન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે જેના કારણે રેશનકાર્ડ,આવકનો દાખલો, વિધવા દાખલો વગેરે ગામ કક્ષાએ થશે અને સરકાર આ સેવાઓ માટે ગ્રામ કક્ષાએ એફીડેવીટ ( સોંગદનામા ) કરવાની સત્તા જે તે ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રીઓને આપી છે. ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ આ નિર્ણયનો નર્મદા ડીસ્ટ્રીકટ બાર એસોસીએશન ઉગ્ર વિરોધ કરી જણાવ્યું હતું કે હાલમાં લોક ડાઉનને કારણે છેલ્લા ૬ મહિનાથી કોર્ટનું કામકાજ સંપૂર્ણપણે ઠપ થયેલ છે તેવા સંજોગોમાં વકીલોની એકમાત્ર આજીવીકા નોટરીના વ્યવસાય ઉપર આધારીત હોઇ અને કોર્ટ બંધ હોવાને કારણે વકીલોની આર્થિક સ્થિતી ઉપર ખુબ જ માઠી અસર પડેલ હોઇ તેની જાણ ગુજરાત સરકારને હોવા છતા વકીલોના હિતને ધ્યાનમાં રાખ્યા વગર વકીલોને પડયા ઉપર પાટુ મારવાની જે નીતી અપનાવી છે તે નીતીનો નર્મદા જિલ્લા બાર એસોસિએશને આવેદનપત્ર આપી સખતમાં સખત વિરોધ કરી તલાટીઓને સોંગદનામાની સત્તા આપી છે તે મોકુફ રાખવા બાબતે નર્મદા બાર એસોસિએશનના પ્રમુખ કુ.વંદનાબેન ભટ્ટ અને સાથે અન્ય સભ્યોએ નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ઝઘડિયા વિધાનસભા બેઠક પર તીવ્ર રસાકસી – ત્રીપાંખીયા જંગના વર્તાતા એંધાણ.

ProudOfGujarat

ખોટા દસ્તાવેજ ઊભા કરનાર શિક્ષક મહેશ સુથાર સબ જેલના શરણે

ProudOfGujarat

વડોદરા: હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું: આવતીકાલે દિલ્હીના CM દર્શન કરવા આવશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!