Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં લિફ્ટની દુર્ઘટના: બીજા માળેથી બેઝમેન્ટમાં 4 વર્ષનું બાળક પટકાયું : આર.કે. કાસ્ટા શોપિંગ સેન્ટરમાં લિફ્ટ અધવચ્ચે અટકતાં સિક્યુરિટીએ દરવાજો ખોલ્યો; બહાર નીકળતી વેળાએ ગેપમાંથી બાળક નીચે પટકાયું

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેરના આર.કે. કાસ્ટા શોપિંગ સેન્ટરમાં લિફ્ટને લઈને ગંભીર અને વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. લિફ્ટ બીજા માળે અધવચ્ચે અટકી જતાં સિક્યુરિટી ગાર્ડે દરવાજો ખોલ્યો હતો. દરમિયાન લિફ્ટમાંથી બહાર નીકળતી વેળાએ પરિવાર સાથે રહેલું ચાર વર્ષનું બાળક સંતુલન ગુમાવી લિફ્ટ અને ફ્લોર વચ્ચેના ગેપમાંથી સીધું બેઝમેન્ટમાં પટકાયું હતું. ગંભીર ઈજાગ્રસ્ત બાળકને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે રહેતા દેવેન્દ્રસિંહ મનહરસિંહ પરમાર ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો ચાર વર્ષીય પુત્ર તીર્થરાજસિંહ છેલ્લા ત્રણ-ચાર દિવસથી બીમાર હતો. ગુરુવારે સવારે દેવેન્દ્રસિંહ અને તેમની પત્ની પુત્રને સારવાર માટે ભરૂચ શહેરના આર.કે. કાસ્ટા શોપિંગ સેન્ટરમાં આવેલી ચાઈલ્ડ કેર હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા.

પરિવાર લિફ્ટમાં બેસી ઉપરના માળે જઈ રહ્યો હતો ત્યારે બીજા માળે પહોંચતા લિફ્ટ અચાનક બંધ થઈ ગઈ હતી. લિફ્ટ અધવચ્ચે અટકી જતાં સિક્યુરિટી ગાર્ડ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દરવાજો ખોલ્યો હતો. જોકે, લિફ્ટ બીજા માળના ફ્લોરથી આશરે બે ફૂટ ઊંચાઈએ અટકેલી હોવાનું જણાવાયું છે.

દરવાજો ખુલતાં જ ચાર વર્ષીય તીર્થરાજસિંહ લિફ્ટમાંથી બહાર નીકળવા ગયો હતો. પરંતુ ફ્લોર અને લિફ્ટ વચ્ચે ઊંચાઈનો તફાવત હોવાથી તેણે સંતુલન ગુમાવ્યું હતું અને લિફ્ટ તથા ફ્લોર વચ્ચેના ગેપમાંથી સીધો બેઝમેન્ટમાં પટકાયો હતો. બાળક નીચે પટકાતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

બાદમાં લિફ્ટનો બેઝમેન્ટ તરફનો દરવાજો ખોલી એક યુવાને નીચે ઉતરી બાળકને બહાર કાઢ્યો હતો. ગંભીર ઈજાઓ સાથે બાળકને તાત્કાલિક હિલિંગ ટચ હોસ્પિટલમાં લઈ જવાયું હતું. ત્યાંથી વધુ સારવાર માટે ભરૂચની આલ્કા ન્યૂરો સ્પાઈન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. પ્રાથમિક સારવાર બાદ બાળકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં ભરૂચ એ ડિવિઝન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર બનાવ અંગે ગુનો નોંધવાની તેમજ તપાસની કાર્યવાહી હાથ ધરી છે. લિફ્ટની કામગીરી અને સલામતીના નિયમો અંગે પણ તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.


Share

Related posts

ઝઘડીયા : રાજપરા ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ : તામિલનાડુ ખાતે જમાતમાં હાજરી આપનાર ઇખર ગામે મસ્જિદમાં રોકાયેલા લોકો પૈકી 4 ને શંકાસ્પદ કોરોના પોઝિટીવ.

ProudOfGujarat

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવનાં ભાગરૂપે સ્વચ્છતા જનજાગૃત્તિ રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!