Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પર રિક્ષા-મોપેડ વચ્ચે અકસ્માત, 3ને ઈજા : અકસ્મત બાદ બ્રિજ પર અફરાતફરી, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

Share

 

અંકલેશ્વરના પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પર રિક્ષા અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે ઓવરબ્રિજ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Advertisement

મળતી માહિતી મુજબ, પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પરથી રિક્ષા અને મોપેડ પસાર થઈ રહ્યા હતા ત્યારે બંને વાહનો વચ્ચે અચાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષામાં સવાર બે વ્યક્તિઓ તેમજ મોપેડ ચાલકને ઈજા પહોંચી હતી.

ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે બ્રિજ પર વાહનોની અવરજવરને પણ અસર પહોંચી હતી અને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

અકસ્મત કયા ચોક્કસ સંજોગોમાં સર્જાયો અને બંને વાહનો વચ્ચે ટક્કર કેવી રીતે થઈ તે અંગેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી અકસ્માતના કારણો જાણવા કવાયત શરૂ કરી છે.


Share

Related posts

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ડિસ્ટ્રીક્ટ કેનાલમાં ત્રણ ગાબડા પડતા ખેતરોમાં પાણી કરી વળ્યાં

ProudOfGujarat

ઝેરી દવા પી ગયેલ નવા વાડીયાના રહીસનું સારવારા દરમ્યાન અર્થે મૌત…

ProudOfGujarat

ઝધડીયા : સિમધરા ગામ નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં બાઇક સળગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!