Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર જીલ્લાના ચુડાના ઝોબાળા ગામે સમસ્ત સમાજના લોકોએ મળીને સિવિલ હોસ્પીટલ અમદાવાદના સુપ્રિટેન્ડેટ તરીકે પદવી ગ્રહણ કરનાર ડોકટર જી.એચ.રાઠોડનું અભિવાદન કરવામાં આવ્યું.

Share

ઘરેઘરે નોકરીઓ ઘરાવતું ગામ સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાનું ઝોબાળા ગામ કહિયે તો ખોટુ નથી કેમ કે આ ગામમાં ઘરે ઘરે સરકારી નોકરીઓ છે ત્યારે આજ ગામના જેમની જન્મભુમી અને વતન છે એવા ડો. જી.એચ.રાઠોડ જે અમદાવાદ ખાતે આવેલ સિવિલ હોસ્પીટલમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે હોદ્દો ગ્રહણ કરતા ઝોબાળા ગામે ગૌરવ અનુભવતા ડો. રાઠોડ સાહેબના સન્માન અર્થે અભિવાદન કાર્યક્રમનું આયોજન કરેલ તેમજ આ ગામે વયમર્યાદાથી નિવૃત થયેલ સરકારી કર્મચારીઓનું પણ શાલ અને સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ ત્યારે આ કાર્યક્રમમાં રાજયસભા સાંસદ શંભુપ્રસાદ ટુંડીયા, સુરેન્દ્રનગર સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરા, પૃર્વ મંત્રી કિરીટસિંહ રાણા, દિલીપભાઇ પટેલ, પૂર્વતાલુકા પંચાયત પ્રમુખ તનકસિંહ રાણા, અલ્પેશભાઇ શેખ,મૃગેશભાઇ રાઠોડ, ડો ડી.કે.પરમાર તેમજ સમગ્ર ગામના ગ્રામજનો હાજર રહયા હતા અને આ કાર્યક્રમનું સંચાલન અશોકભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

પોરબંદરની ભાગોળે પેટ્રોલ પંપમાં તોડફોડ અને પાંચ લાખની માંગણીના કેસમાં આરોપીઓ નિર્દોષ.

ProudOfGujarat

ખેડાની પોસ્ટ ઓફિસની બિલ્ડિંગ જર્જરિત હોવાથી રીનોવેશન કામ કરવામાં આવે તેવી લોક માંગ

ProudOfGujarat

લીંબડીમાં અલગ-અલગ જગ્યાએ રિક્ષા પલ્ટી ખાતા બે ના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!