Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કાકીનું WhatsApp હેક કરી ભત્રીજાને મેસેજ, ‘મેડિકલ ઈમરજન્સી’ના નામે રૂ.1.29 લાખની ઠગાઈ :  યુકેમાં રહેતી કાકી બની ગઠિયાએ મદદ માંગી; ભત્રીજાએ વિશ્વાસે રૂ.49 હજાર અને પત્નીના ખાતેથી રૂ.80 હજાર ટ્રાન્સફર કર્યા

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ શહેરમાં સાયબર ઠગાઈનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુકેના પ્રિસ્ટન શહેરમાં રહેતી પોતાની કાકીનું WhatsApp હેક કરી અજાણ્યા ઈસમે ભત્રીજાને મેડિકલ ઈમરજન્સીના નામે મેસેજ કર્યો હતો. કાકીને તાત્કાલિક હોસ્પિટલના કામ માટે 1000 પાઉન્ડની જરૂર હોવાનું જણાવી ભરૂચના ટ્રાન્સપોર્ટર ભત્રીજા પાસેથી ઓનલાઈન કુલ રૂ.1.29 લાખ પડાવી લેવાયા હતા.

ભરૂચની APMC શાકમાર્કેટ નજીક મુસ્લિમ સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હમઝા તાહીર પટેલને તા.30 ઓગસ્ટે યુકેમાં રહેતી તેમની કાકી સઈદા અલ્તાફ પટેલના WhatsApp નંબર પરથી મેસેજ આવ્યો હતો. મેસેજમાં હોસ્પિટલના કામ માટે તાત્કાલિક નાણાંની જરૂર હોવાનું અને બેન્કમાં ટેક્નિકલ ખામી હોવાથી બીજા દિવસે રકમ પરત આપી દેવામાં આવશે તેમ જણાવાયું હતું.

કાકીના WhatsApp પરથી આવેલા મેસેજને સાચો માની હમઝા પટેલે પહેલા પોતાના મોબાઈલ નંબર પરથી રૂ.49 હજાર અને ત્યારબાદ પત્નીના મોબાઈલ નંબર પરથી રૂ.80 હજાર, એમ કુલ રૂ.1.29 લાખ આપેલા નંબર પર ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા. જોકે, રકમ જે ખાતામાં ટ્રાન્સફર થઈ હતી તેમાં લાભાર્થીનું નામ શાંતિદેવી અને સરનામું નવી દિલ્હીનું હોવાનું સામે આવ્યું હતું.

રકમ ટ્રાન્સફર કર્યા બાદ હમઝા પટેલને શંકા જતાં તેમણે પોતાની કાકીને સીધો ફોન કર્યો હતો. કાકીને મેડિકલ ઈમરજન્સી અંગે પૂછતાં તેમણે કોઈ રકમ માગી જ ન હોવાનું જણાવતાં સમગ્ર મામલો સાયબર ઠગાઈનો હોવાનું બહાર આવ્યું હતું.

આ અંગે હમઝા પટેલે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરી ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ ભરૂચના બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી સાયબર ઠગાઈ અંગેની તપાસ હાથ ધરી છે.

વિદેશમાં રહેતા સગાના WhatsApp પરથી પૈસાની તાત્કાલિક માંગ આવે ત્યારે માત્ર મેસેજના આધારે રકમ ટ્રાન્સફર ન કરવી અને સંબંધિત વ્યક્તિને સીધો ફોન કરીને ખરાઈ કરવી જરૂરી છે.


Share

Related posts

રાજ્યસભા સાંસદ અહેમદભાઇ પટેલે પારસીઓના નૂતનવર્ષે નવરોઝ-પતેતી, હિંદુઓના પાવન શ્રાવણ માસ અંગે જૈન સમાજનાં ચતુઁ માસના ત્રિવેણી સંગમ નિમિતે સૌને શુભેચ્છાઓ પાઠવી છે.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના જરસાડ ગામે પત્તાપાનાનો હારજીતનો જુગાર ઝડપાયો.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના કોલીયાદ ખાતે દરગાહ શરીફનો વાર્ષિક ઉર્સ બંધ રખાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!