Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં વેરો નહીં ભરનાર 5 કોમર્શિયલ મિલકતો સીલ

Share

 

ભરૂચ: ભરૂચ નગરપાલિકાએ મિલકત વેરાની વસુલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. લાંબા સમયથી વેરો નહીં ભરનાર 5 કોમર્શિયલ મિલકતોને સીલ કરવામાં આવી છે, જ્યારે 25થી વધુ મિલકતધારકોને જપ્તી વોરંટ અને નોટિસની બજવણી કરાઈ છે.

Advertisement

પાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી શહેરમાં ડોર-ટુ-ડોર વેરા વસુલાતની કામગીરી ચાલી રહી છે. શહેરમાં 72 હજારથી વધુ મિલકતો પૈકી આશરે 15 હજાર કોમર્શિયલ અને 57 હજાર રહેણાંક મિલકતો છે.

પાલિકાના જણાવ્યા મુજબ ચાલુ વર્ષના આશરે રૂ.18 કરોડ અને અગાઉના બાકી રૂ.9 કરોડ મળી કુલ રૂ.27 કરોડથી વધુની વસુલાત બાકી છે. નોટિસ બાદ પણ વેરો નહીં ભરનાર સામે સીલિંગ અને જપ્તીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલિકાની કડક કાર્યવાહીથી બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.


Share

Related posts

ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ : લીમડીચોકનાં સ્થાનિક રહીશોની પરવાનગી લીધા વિના મોબાઈલ ટાવર લગાવેલ હોવાથી તે દૂર કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

નડિયાદના બે વિદ્યાર્થીઓ યુકેનથી હેમખેમ પરત આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!