Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સાયખામાં કન્સાઈ નેરોલેક પ્લાન્ટમાં મોકડ્રિલ યોજાઈ : આગ જેવી કટોકટીમાં ઝડપી પ્રતિસાદની ચકાસણી; ફાયર બ્રિગેડે આગ બુઝાવવાની વિવિધ પદ્ધતિઓનું પ્રદર્શન કર્યું

Share

 

ભરૂચ : ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સાયખા સ્થિત કન્સાઈ નેરોલેક પેઇન્ટ્સ લિમિટેડના પ્લાન્ટમાં ઔદ્યોગિક કટોકટીની સ્થિતિમાં કર્મચારીઓની સુરક્ષા અને ઝડપી પ્રતિસાદ ક્ષમતા ચકાસવા મોકડ્રિલ યોજાઈ હતી.

Advertisement

મોકડ્રિલમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામક ડી.બી. ગામીત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કવાયત દરમિયાન આગ જેવી ઇમરજન્સી સ્થિતિ સર્જાય તો કર્મચારીઓએ તાત્કાલિક કયા પગલાં લેવા, સુરક્ષિત સ્થળે કેવી રીતે પહોંચવું તેમજ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે કેવી રીતે સંકલિત અને ઝડપી કામગીરી કરવી તેની પ્રેક્ટિકલ ડેમો દ્વારા સમજ આપવામાં આવી હતી.

ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવાની વિવિધ ટેકનિકો અને પદ્ધતિઓનું પ્રદર્શન કર્યું હતું. સાથે જ કર્મચારીઓને કટોકટી સમયે સલામત રીતે બહાર નીકળવાના માર્ગો, ઇમરજન્સી પ્રક્રિયા તથા પ્રાથમિક સારવાર અંગે જરૂરી તાલીમ આપવામાં આવી હતી. મોકડ્રિલ દરમિયાન કર્મચારીઓ દ્વારા સલામતીના નિયમોનું પાલન, ટીમવર્ક અને ઇમરજન્સી રિસ્પોન્સની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

નાયબ નિયામક ડી.બી. ગામીતે કંપનીની સુરક્ષા વ્યવસ્થાની પ્રશંસા કરી નિયમિત રીતે આવી મોકડ્રિલ યોજવા સલાહ આપી હતી. કંપનીના યુનિટ હેડ રાજેશ પટેલે કર્મચારીઓને સલામતીના નિયમોનું કડક પાલન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. મોકડ્રિલના આયોજનથી ઔદ્યોગિક કટોકટી સમયે સજ્જતા, સુરક્ષા જાગૃતિ અને ટીમ સંકલન વધુ મજબૂત બન્યું હતું.


Share

Related posts

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા કુમારખાણ ખાતે વર્લ્ડ હિપેટાઇટિસ ડે ની ઉજવણી કરાઈ સપ્તધારાની ટીમ દ્વારા હીપેટાઇટિસ અંગે પપેટ શો અને નાટક રજુ કરી જનજાગૃતિ કરાઈ…

ProudOfGujarat

80મા સ્વાતંત્ર્ય પર્વની માંગરોળમાં ગૌરવભેર ઉજવણી : ઇશનપુરમાં તાલુકા કક્ષાનો સમારોહ યોજાયો; સાંસદ પ્રભુભાઈ વસાવાએ વાંકલની જવાહર નવોદય વિદ્યાલયમાં ધ્વજવંદન કર્યું, તિરંગા રેલીથી ગુંજ્યા ‘ભારત માતા કી જય’ના નારા

ProudOfGujarat

પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલાં દિવ્યંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!