ભરૂચ :
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવન અને જનસેવાના અવિરત 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બાઇક યાત્રિકોને ભવ્ય પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભરૂચથી વડનગર અને ત્યારબાદ બાઇક પર વારાણસી સુધીની યાત્રા કરનારા યુવા યાત્રિકોને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી શુભેચ્છા સાથે રવાના કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર, કિશન મેર, આકાશ મોદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બાઇક યાત્રિકોના પ્રસ્થાન પ્રસંગે મહિલા આગેવાનો રચિતાબેન મોદી, ઊર્મિબેન વાનાની અને પારુલબેન ધોરાવાલા દ્વારા કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું. યાત્રિકોને હાર પહેરાવી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું તેમજ યાત્રા શુભ અને સફળ રહે તે માટે આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.
ત્યારબાદ ભારત માતાના જયઘોષ સાથે યુવા બાઇક યાત્રિકોને ઉત્સાહભેર રવાના કરવામાં આવ્યા હતા. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન યુવાનો વડનગર અને વારાણસી સુધીનો પ્રવાસ બાઇક પર પૂર્ણ કરશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
