Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મદીના હોટલ પાસેની શાળાઓના બાળકોની સુરક્ષા જોખમમાં! : છીપવાડ અને અંજુમન સ્કૂલ પાસે સ્પીડ બ્રેકર મૂકવા જાગૃત નાગરિકોની માંગ

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેરના મદીના હોટલ પાસે આવેલી છીપવાડ સ્કૂલ, અંજુમન સ્કૂલ સહિતની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષાનો મુદ્દો સામે આવ્યો છે. શાળાના શરૂ થવાના અને છૂટવાના સમયે મહંમદપુરાથી સ્ટેશન તરફ જવાના માર્ગ પર વાહનો પુરપાટ ઝડપે દોડતા હોવાના કારણે વિદ્યાર્થીઓને અકસ્માતનું જોખમ રહેતું હોવાનો આક્ષેપ કરી છીપવાડ અને અંજુમન સ્કૂલ પાસે તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરવામાં આવી છે.

આ અંગે અબ્દુલરઝાક યુસુફ કામઠી તથા ભરૂચ શહેરના જાગૃત નાગરિકોએ તા.16 સપ્ટેમ્બરે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ મદીના હોટલ પાસે ત્રણ જેટલી શાળાઓ આવેલી છે અને તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્કૂલ શરૂ તથા છૂટવાના સમયે આ મુખ્ય માર્ગ પર વાહનોની અવરજવર વધતી હોવાથી વિદ્યાર્થીઓ માટે જોખમ ઊભું થાય છે. અગાઉ નાના-મોટા અકસ્માતોમાં વિદ્યાર્થીઓને ઈજા થઈ હોવાનો પણ રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે.

નાગરિકોએ છીપવાડ સ્કૂલ અને અંજુમન સ્કૂલ પાસે બે સ્પીડ બ્રેકર તાત્કાલિક મૂકવાની માંગ કરી છે. સાથે ભારતી ટોકીઝ પાસેની કોન્વેન્ટ સ્કૂલ તથા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે બાળકોની સુરક્ષા માટે સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા હોવાનું જણાવી નગરપાલિકા દ્વારા બંબાખાનાથી વેજલપુર રોડ પર શાળાઓ પાસે છ જેટલા સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા હોવાનો દાખલો પણ રજૂઆતમાં આપવામાં આવ્યો છે.


Share

Related posts

શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ સાથે રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘનો ચૂંટણી પંચને પત્ર

ProudOfGujarat

રાજપીપળા : સાગબારાના નાલાકુંડ ગામે બોગસ તબીબ ઝડપાયો.

ProudOfGujarat

સુરતની ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ટુકડીએ સુરતમાં સરથાણા વિસ્તારમાં આવેલ ગોવિંદ પાર્ક સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવનારા તસ્કર ટોળકીને ઝડપી પાડી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!