Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગાડી પાર્ક કરવા મુદ્દે તકરારઃ શખ્સે તમાચા મારતાં યુવાનના ચશ્માં તૂટ્યાં, આંખ પાસે કાચ વાગતાં ઈજા : ભરૂચના અયોધ્યા નગરમાં મારામારીનો બનાવઃ પુત્રને છોડાવવા વચ્ચે પડેલી માતાને પણ ધક્કો મારી પાડી દીધી

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલા અયોધ્યા નગર સોસાયટીમાં ગાડી પાર્ક કરવા મુદ્દે થયેલી તકરારમાં એક શખ્સે યુવાનને તમાચા મારતાં તેના ચશ્માં તૂટી ગયાં હતાં. ચશ્માંનો તૂટેલો કાચ આંખ પાસે વાગતાં યુવાનને ઈજા પહોંચી હતી. દરમિયાન પુત્રને છોડાવવા વચ્ચે પડેલી માતાને પણ ધક્કો મારી પાડી દેતાં પગમાં ઈજા થઈ હતી. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, અયોધ્યા નગરમાં રહેતા નિલેશ ગણપત માલી રસોઈ બનાવવાનો વ્યવસાય કરે છે. તેમની સાથે કામ કરતો કારીગર લાલાભાઈ કાર ઘરથી થોડે દૂર રોડની સાઈડમાં પાર્ક કરતો હતો. બાદમાં કાર ઘર આગળ લાવી તેમાં શાકભાજીના કેરેટ ભરવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન સોસાયટીમાં રહેતાં પ્રેમીલાબેનનો પુત્ર પપ્પુભાઈ ત્યાં આવી પહોંચ્યો હતો.

પપ્પુભાઈએ ગાડી ત્યાં કેમ પાર્ક કરી છે તેમ કહી તકરાર શરૂ કરી હતી. નિલેશે આ જગ્યા તેમની માલિકીની ન હોવાનું જણાવી ગાડી પોતાના ઘરની સામે રાખી હોવાનું કહ્યું હતું. આ બાબતે પપ્પુભાઈ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલવા લાગ્યો હતો. નિલેશે અપશબ્દો નહીં બોલવા જણાવતાં પપ્પુએ તેમને તમાચા માર્યા હતા.

તમાચાના કારણે નિલેશના ચશ્માં તૂટી જતાં તેનો કાચ આંખ પાસે વાગ્યો હતો. દરમિયાન નિલેશની માતા છોડાવવા વચ્ચે પડતાં પપ્પુએ તેમને ધક્કો મારી પાડી દીધાં હતાં. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


Share

Related posts

માંગરોળના આંબાવાડી ગામે પૂર્વ CRPF જવાનના ઘરે ખીલ્યું દિવ્ય ‘બ્રહ્મકમળ’ : દુર્લભ પુષ્પ ખીલતાં પરિવાર અને ગ્રામજનોમાં ખુશીની લહેર; નિહાળવા લોકો ઉમટ્યા

ProudOfGujarat

ભરૂચ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખનો તેમના મિત્રો સાથે દારૂની મહેફિલનો વિડિઓ થયો વાયરલ.

ProudOfGujarat

નાસતો- ફરતો -આરોપી ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!