Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નગરપાલિકાના ૧૧ વોર્ડમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ : ભાજપ કાર્યકરો, My Bharat Volunteers, પાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓ સહિત લોકોએ શ્રમદાન કર્યું

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧થી ૧૧માં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વિશેષ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છ ભરૂચના સંકલ્પ સાથે યોજાયેલા આ અભિયાનમાં વિવિધ ક્ષેત્રના લોકો જોડાયા હતા.

સફાઈ ઝુંબેશમાં ભરૂચ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ, My Bharat Volunteer ગ્રુપના સભ્યો, ભરૂચ નગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ, વિવિધ સમિતિના ચેરમેનો, વોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ અન્ય સહભાગી સંસ્થાઓના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌએ સાથે મળીને વિવિધ વિસ્તારોમાં શ્રમદાન કરી સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો.

અભિયાન દરમિયાન જનભાગીદારી સાથે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિતોએ સ્વચ્છતા માત્ર એક દિવસ કે અભિયાન પૂરતી મર્યાદિત ન રહે પરંતુ દૈનિક જીવનનો હિસ્સો બને તે માટે નાગરિકોને પણ સહભાગી બનવા અપીલ કરી હતી.

આ પ્રસંગે સ્વચ્છ અને સ્વસ્થ ભરૂચના નિર્માણ માટે સૌએ સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.


Share

Related posts

આગામી  સિઝન માટે બીજામૃત બીજની શક્તિ વધારવા અને પાકને નિરોગી રાખવા માટે કુદરતી ઉપચાર સીડ ટ્રીટમેન્ટ

ProudOfGujarat

હિંમતનગર અને રાજપારડી ખાતે રહેતા મુસ્લિમ અગ્રણી સૈયદ ઈમ્તિયાઝ અલી બાપુએ ગરીબ લોકો માટે ૧૫૦૦ જેટલી અનાજ અને બીજી જીવન જરૂરિયાતની કીટ વહેંચી.

ProudOfGujarat

જંબુસર નગરમાં રખડતી ગાયોને લઈ પ્રજા ત્રાહિમામ, પાલિકાતંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવશે ખરી ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!