Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બેન્ક કર્મી નાસ્તો લેવા દુકાને ઉભા હતાં ને ગઠિયો મોબાઈલ સરકાવી ગયો : ભરૂચના તુલસીધામ પાસેની બિકાનેર માર્ટ ખાતે બનેલી ઘટના

Share

। ભરૂચ ।

ભરૂચના તવરા રોડ પર નર્મદા કોલેજ સામે આવેલાં આર. કે. કાઉન્ટીમાં રહેતાં ઓજસ્વ વિક્રમ ગુપ્તા શિતલ સર્કલ પાસે આવેલી બેન્ક ઓફ બરોડામાં ત્રણેક મહિનાથી ઓફિસર સ્કેલ ૧ તરીકે નોકરી કરે છે. ગત ૧૫મી સપ્ટેમ્બરના રોજ બેન્કમાં રજા હોવાથી તેઓ તુલસીધામ શાકમાર્કેટમાં શાકભાજી લાવા આવ્યાં હતાં.

Advertisement

શાકભાજી ખરીદી કર્યા બાદ તેઓ ત્યાં આવેલી બિકાનેર ફરસાણ માર્ટમાંથી નાસ્તાની ખરીદી કરીને ઘરે પરત જવા માટે રેપીડો બુક કરવા માટે પોતાનો મોબાઈલ કાઢવા જતાં તેમનો મોબાઈલ ખિસ્સામાં જણાયો ન હતાો. તેમણે મોબાઈલની તપાસમાં આસપાસમાં શોધવા છતાં નહીં મળતાં તેમણે બિકાનેર ફરસાણ માટે દુકાનના સંચાલકને ઘટનાથી વાકેફ કરતાં તેમણે તેમના લગાવેલાં સીસીટીવીના ફૂટેજ તપાસતાં તેઓ જયારે ત્યાંથી નાસ્તો ખરીદી કરી રહ્યાં હતાં. તે વેળાં બ્લ્યુ કલરનો શર્ટ પહેલ શખ્સે તેમના પેન્ટના ડાબી સાઈડના ખિસ્સામાંથી મોબાઈલ કાઢતો હોય તેમ દખાયો હતો. મોબાઈલમાં તેમના અગત્યના દસ્તાવેજ હોઈ તેમણે તેમના મોબાઈલની ચોરી અંગે તુરંત ઈ એફઆરઆઈ કરી હતી. બનાવને પગલે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વર ખાતે રવિવારે જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા મેરેથોન યોજાશે…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો..સીઝન ના પ્રથમ વરસાદે જ સોસાયટી વિસ્તરો અને મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયા હતા …..

ProudOfGujarat

લીંબડી હાઈવે પર ખેતરમાં પાણી વાળતાં ખેડૂતનું મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!