Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બામણિયા ઓવારામાં જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર હિંસક હુમલો :  બે શખ્સોએ ઝપાઝપી કરી માર માર્યો, પાછળથી પકડી રાખી પથ્થરથી ઈજા પહોંચાડી

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેરના બામણિયા ઓવારા વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવત રાખી યુવાન પર બે શખ્સોએ હિંસક હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભરૂચ શહેર પોલીસ મથકે નોંધાઈ છે.

બામણિયા ઓવારા વિસ્તારમાં રહેતો રાહુલ બાબુ વસાવા પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લઈ જતી ઈકો કારમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ગત તા. 21મીના રોજ સાંજે આશરે સાડા આઠ વાગ્યે વિદ્યાર્થીઓને ઘરે મૂક્યા બાદ તે પોતાના ઘરે પરત આવ્યો હતો. ત્યારબાદ તેણે ઈકો કાર ઘર બહાર પાર્ક કરી હતી અને મોડેથી નદી કિનારે ચાલવા માટે ગયો હતો.

પાછા ઘરે આવ્યા બાદ ઈકો કારની ચાવી લેવા જતાં ચાવી મળી ન હતી. ઘરમાં તપાસ કરવા છતાં ચાવી નહીં મળતાં રાહુલ તેના બનેવીની બાઈક લઈને રાત્રે આશરે 11 વાગ્યાના અરસામાં બામણિયા ઓવારા નદી કિનારે ગયો હતો.

દરમિયાન અગાઉના ઝઘડાની અદાવત રાખી તેના જ ફળિયામાં રહેતો વિનય વસાવા તથા અન્ય એક શખ્સ તેની પાસે આવ્યા હતા અને અચાનક ઝપાઝપી શરૂ કરી હતી. રાહુલે ઝઘડો નહીં કરવા જણાવવા છતાં બંનેએ તેને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ દરમિયાન વિનયના મિત્રએ રાહુલને પાછળથી પકડી રાખ્યો હતો, જ્યારે વિનય વસાવાએ જમીન પર પડેલો પથ્થર ઉઠાવી રાહુલના કપાળ અને દાઢીના ભાગે મારતાં તેને ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ બંને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

રાહુલની બૂમાબૂમ સાંભળીને પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. બનાવ અંગે રાહુલ વસાવાની ફરિયાદના આધારે પોલીસે વિનય વસાવા તથા તેના મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

નડિયાદ : કોરોનાના કેસો અંગે અગમચેતીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં શેઠી ગામે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!