Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સિટી સેન્ટર બસ સ્ટેશન પર વિદ્યાર્થીઓએ શેરી નાટક દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપ્યો : સિતપોણની મૌલાના આઝાદ મેમોરિયલ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ મુસાફરો અને કર્મચારીઓને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અપીલ કરી

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચના સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે સિતપોણની મૌલાના આઝાદ મેમોરિયલ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ નાટકના માધ્યમથી બસ સ્ટેશન પર આવતા મુસાફરો તેમજ કર્મચારીઓને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.

શેરી નાટક દરમિયાન વિદ્યાર્થીઓએ જાહેર સ્થળોએ કચરો ન ફેલાવવા તેમજ આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા અંગે લોકોને સમજ આપી હતી. સ્વચ્છતા માત્ર તંત્રની જવાબદારી નહીં પરંતુ દરેક નાગરિકની ફરજ અને જવાબદારી છે તેવો સંદેશ નાટકના માધ્યમથી આપવામાં આવ્યો હતો.

બસ સ્ટેશન જેવા જાહેર સ્થળોએ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી અહીં સ્વચ્છતા જાળવવી અત્યંત જરૂરી છે. વિદ્યાર્થીઓએ નાટક દ્વારા કચરો જાહેર સ્થળોએ ફેંકવાને બદલે કચરાપેટીનો ઉપયોગ કરવા અને અન્ય લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવા અપીલ કરી હતી.

વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા શેરી નાટકને બસ સ્ટેશન પર ઉપસ્થિત મુસાફરો અને કર્મચારીઓએ નિહાળ્યું હતું. અભિનયના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાની વિદ્યાર્થીઓની આ પહેલને ઉપસ્થિત લોકોએ નિહાળી હતી.


Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. નાની નરોલી ખાતે જન્માષ્ટમી સેલિબ્રેશન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરાની MS યુનિવર્સિટીની ટેકનોલોજિ ફેકલ્ટીમાં ત્રિ-દિવસીય પરામર્શ ફિએસ્ટાનો પ્રારંભ

ProudOfGujarat

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાંજાના વેપારમાં તેજી.એસ.ઓ.જી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા.બંને આરોપી ઓરિસ્સાના.એક આરોપી વોન્ટેડ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!