Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગણેશ વિસર્જનમાં આઇસરના બદલે ટ્રેક્ટરમાં ડીજે લાવવા મુદ્દેની તકરારમાં યુવાન પર હૂમલો :  ત્રણ જણાએ મળી યુવાનને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી :  ભરૂચની નિપ્પનનગર સોસાયટીમાં બનેલી ઘટના

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલી નિપ્પન નગર સોસાયટીમાં રહેતાં રોહિત મહિપતસિંહ યાદવ તેમની સોસાયટીના મિત્રમંડળમાં આયોજક તરીકે સેવા આપે છે. તેઓએ ગણપતી બેસાડ્યાં હતાં. તેનું 25મીએ વિસર્જન રાખ્યું હોઇ વિસર્જન યાત્રા માટે તેમણે તેમની સોસાયટીમાં જ રહેતાં જય સતિષ નારિયેલવાળાનું ધ્વની ડીજે આઇસર સાથે બુક કરાવ્યું હતું. જોકે, શોભાયાત્રા સમયે જય નારીયેલવાલા ટ્રેક્ટરમાં ડીજે લઇ આવ્યો હતો. જેથી રોહિતે તેની સાથે સામાન્ય બોલાચાલી કરી આઇસરમાં ડીજે લાવવા કહેતાં જયએ પરત જઇ આઇસરમાં ડીજે લઇ આવ્યો હતો. સાંજે સાતેક વાગ્યે તેમણે સોસાયટીના શ્રીજીની શોભાયાત્રા કાઢી હતી. શોભાયાત્રા શક્તિનાથ તરફ જઇ રહી હતી તે વેળાં શંભુ ડેરી પાસે પહોંચતાં જયએ ડીજે બંધ કરી દીધું હતું. જેથી રોહિતે તેમજ સોસાયટીના લોકોએ તેને મનાવતાં આખરે તેણે ડીજે શરૂ કરતાં શોભાયાત્રા શક્તિનાથ સર્કલ તરફથી પરત સોસાયટી તરફ આવવા નિકળી હતી. જોકે, આયોજકોએ સોસાયટીમાં વિસર્જનનું જમવાનું રાખ્યું હોઇ રોહિત તેમજ તેની સાથે સિદ્ધાર્થ રાજપૂત, પરેશ પરમાર, યશ મનુબરવાળા સાથે સોસાયટીના કોમન પ્લોટ પાસે જઇ જમણવારની વ્યવસ્થા કરી રહ્યાં હતાં. તે વેળાં જયના ડીજેના માણસો યજ્ઞેશ રાજુ વસાવા તેમજ અન્ય એકે મળી અચાનક તેમની પાસે આવી તેમની સાથે ઝપાઝપી કરવા લાગ્યાં હતાં. રોહિતે તમને શું તકલીફ છે કેમ ઝઘડો કરો છો કહેતાં તેમણે તમને બોવ પ્રોબ઼લેમ છે ડીજેનો તમારે પૈસા ઓછા આપવા છે ને ડીજે મોટું જોઇએ છે તેમ કહીં માર મારવા લાગ઼યા હતાં. દરમિયાનમાં હુમલાખોરો પૈકીના યજ્ઞેશે તેના સાથીને જીતેન તરીકે બુમ પાડી એનું માથું ફોડી નાંખ તેમ કહેતાં તેણે રોહિતના નાક પર ઇંટ મારી ગંભીર ઇજાઓ પહોંચાી હતી. બાદમાં તેમણે તેમના પર છુટી ઇટો ફેકતાં તેમની કારને પણ નુકસાન થયું હતું બનાવને પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિ્યાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ઝઘડીયા તાલુકામાં બેફામ બનેલા ખનીજ ચોરો આડેધડ ખનીજ સંપતિ લુંટતા હોવાની બુમ.

ProudOfGujarat

ભરૂચ નગરપાલીકાનાં પ્રમુખની ધોર બે જવાબદારી છતી થઇ……. કર્મચારીઓની સુરક્ષા અંગે મીંડુ……

ProudOfGujarat

અંકલેશ્વરની ડેક્કન ફાઇન કેમિકલ્સ એ જયાબેન મોદી હોસ્પિટલને પેરા-મોનીટર, ડી-ફેબ્રિલેટર તથા સેન્ટ્રલ નર્સિંગ સિસ્ટમનું અનુદાન આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!