Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં રાત્રિ ડ્રાઈવઃ ખુલ્લામાં કચરો ફેંકનારાઓ સામે પાલિકાની કાર્યવાહી : ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની સુવિધા છતાં ખુલ્લામાં કચરો ફેંકતા લોકો સામે વોચ;  વીડિયો બનાવી દંડ ફટકારાયો, વેપારીઓ પાસે સ્થળ પર જ સફાઈ કરાવાઈ

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેરને સ્વચ્છ અને ગંદકીમુક્ત બનાવવા માટે નગરપાલિકા દ્વારા કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે. ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરમાં અને ખુલ્લી જગ્યાએ કચરો ફેંકતા લોકો સામે હવે નગરપાલિકાએ રાત્રિ ડ્રાઈવ શરૂ કરી છે. ગત રાત્રે ચીફ ઓફિસર હરીશ અગ્રવાલની આગેવાની હેઠળ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરોની જુદી જુદી ટીમો બનાવી વિવિધ સ્થળોએ વોચ રાખવામાં આવી હતી.નગરપાલિકા દ્વારા શહેરના એવા સ્થળોને ચિહ્નિત કરવામાં આવ્યા હતા જ્યાં રાત્રિના સમયે લોકો દ્વારા ખુલ્લામાં કચરો ફેંકવામાં આવતો હોવાની ફરિયાદો હતી. ટીમો દ્વારા આવા સ્થળોએ નજર રાખવામાં આવી હતી. રાત્રિના સમયે કચરો ફેંકવા આવેલા કેટલાક લોકોના વીડિયો ઉતારી તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

નગરપાલિકા દ્વારા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની સુવિધા આપવામાં આવે છે. તેમ છતાં કેટલાક લોકો પોતાના ઘર, દુકાન કે વ્યવસાયિક સ્થળનો કચરો જાહેર રસ્તા, ખુલ્લી જગ્યાઓ અને અન્ય સ્થળોએ ફેંકી જતા હોવાની ફરિયાદો સતત મળી રહી છે. આ પ્રકારની ગંદકીના કારણે શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને અસર થતી હોવાની સાથે રસ્તા પર કચરાના ઢગલા જોવા મળે છે. જેના પગલે પાલિકા તંત્ર દ્વારા હવે આવા લોકોને ઝડપી દંડનીય કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે. રાત્રિ ડ્રાઈવ દરમિયાન પાલિકાની ટીમોએ શંકાસ્પદ સ્થળોએ વોચ ગોઠવી હતી. ખુલ્લામાં કચરો નાખવા આવતા ઈસમોના વીડિયો પણ બનાવવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા આવા લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે જ કચરો જાહેરમાં ન નાખવા અને નગરપાલિકા દ્વારા આપવામાં આવતી ડોર-ટુ-ડોર કચરા કલેક્શન સેવાનો જ ઉપયોગ કરવા માટે લોકોને સમજાવવામાં આવ્યા હતા. રાત્રિ ડ્રાઈવ દરમિયાન દુકાનો અને વેપારી સંસ્થાઓની બહાર પણ કચરો જોવા મળ્યો હતો. નગરપાલિકાની ટીમ દ્વારા આવા વેપારીઓને માત્ર નોટિસ કે દંડ પૂરતો મામલો ન રાખતા સ્થળ પર જ સફાઈ કરાવવામાં આવી હતી. દુકાનની બહાર કચરો ન નાખવા અને પોતાની દુકાનની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા માટે વેપારીઓને પણ સૂચના આપવામાં આવી હતી.


Share

Related posts

ભરૂચ : નેત્રંગનાં કેલ્વીકુવા ગામે પોલીસથી બચવા કુવામાં પડી ગયેલા બૂટલેગરનું મોત.

ProudOfGujarat

કેરલના અસર ગ્રસ્તો માટે રાહત ફંડ એકત્રીત કરતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને આર.એસ.એસ ના કાર્યકરો…

ProudOfGujarat

અંકલેશ્વરની ચાણક્ય વિધયાલમાં બીજો દિક્ષાંત સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!