Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની રજનીગંધા સોસાયટીના કોમન પ્લોટમાં થેલીમાં નવજાત મૃત બાળક મળ્યું :  એ ડિવિઝન પોલીસે અજાણી માતા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરના ગોદી રોડ પર આવેલી રજનીગંધા સોસાયટીના કોમન પ્લોટમાં એક પ્લાટીકની થેલીમાં નવજાત બાઇકનો મૃતદેહ ભરી ત્યજી દીધેલી હાલતમાં મળી આવતાં ભારે ચકચાર જાગી હતી. બનાવને પગલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી મૃત નવજાતના વાલીવારસોને શોધી તેમની સામે કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરી છે.

ભરૂચ શહેરના ગોદી રોડ વિસ્તારમાં આવેલી રજનીગંધા સોસાયટીમાં રહેતાં સ્વિટીબેન અંકિત પરમાર તેમના ઘરે હતાં. તે વેળાં તેમના ઘરના સામે રહેતાં નિર્મલાબેન સુંદરભાઇ રાણાએ તેમને જણાવ્યું હતું કે, આપણા ઘરની બાજુમાં આવેલાં કોમન પ્લોટમાં એક નવજાત બાળક પડેલ છે. જેથી તેઓ તુરંત કોમન પ્લોટમાં જઇ જોતાં સોનતલાવડી ઝૂપડપટ્ટીની કંપાઉન્ડ વોલની દિવાલ પાસે એક પ્લાસ્ટીકની થેલીમાં મરણ ગયેલ હાલતમાં એક નવજાત બાળક પડેલું હતું. જેથી તેમણે તુરંત 112ને ફોન કરતાં પોલીસે દોડી આવી મૃત નવજાત બાળકના દેહને હોસ્પીટલમાં ખસેડી નવજાત બાળકના માતા-પિતા સહિત તેમના સગાસંબંધીઓ દ્વારા બાળકના મૃતદેહને છુપાવવા માટે કે અન્ય કોઇ રીતે નિકાલ કરવાના ઇરાદે તેમજ બાળકના જન્મ અંગેની માહિતી છુપાવવાના ઇરાદે તેનો આ રીતે નિકાલ કરાયો હોવાની શક્યતા સાથે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી મૃતક બાઇકના દેહને આ રીતે બિનવારસી રીતે નિકાલ કરવાના કારસામાં સંડોવાયેલાં માતા-પિતા તેમજ સગાસંબંધીઓ અંગેની તપાસ શરૂ કરી છે.


Share

Related posts

પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે મની એન્ડ મી વેબસાઈટ લોન્ચ કરી.

ProudOfGujarat

ટૂંક જ સમયમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૦મો હપ્તો રિલીઝ થશે

ProudOfGujarat

હમારા પરિવારની અભિનેત્રી ઈલાક્ષી ગુપ્તા ઉર્ફે સાક્ષીએ તેના ફિટનેસ સિક્રેટ અને શૂટ રૂટિન શેર કર્યા: વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં તેણી કેવી રીતે તેના શરીરને જાળવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!