Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં દિવ્યાંગજનોને યોજનાકીય લાભો અને સાધન સહાયનું વિતરણ :   ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિવિધ સહાયક પ્રવૃત્તિઓ યોજાઈ

Share

 

ભરૂચ :

Advertisement

‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં દિવ્યાંગજનોના કલ્યાણ અને સશક્તિકરણ માટે વિવિધ સહાયક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દિવ્યાંગ વ્યક્તિઓને વિવિધ યોજનાકીય લાભો તેમજ સાધન-ઉપકરણોની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર.આર. દેસાઈ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, જ્યારે બાળકોએ પ્રાર્થના રજૂ કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજે દિવ્યાંગજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે દિવ્યાંગજનોને યોજનાકીય લાભો અને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

આ ઉપરાંત નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત જાહેર સ્થળોએ સાઇન કેમ્પેઇન અને શપથવિધિ યોજાઈ હતી. જિલ્લામાં કચેરીઓ તથા બાળ સંભાળ ગૃહોમાં સ્વચ્છતા, રેકર્ડ વર્ગીકરણ અને શ્રમદાન જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, હેમેન્દ્રભાઈ પ્રજાપતિ અને વિક્રમસિંહ રાજ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

આમોદ નગરપાલિકા દવારા માં હાલ પ્લાસ્ટિક મુક્ત આમોદ બને તેવી જુંબેશ ચાલુ કરાઇ

ProudOfGujarat

લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિએ મુખ્ય બજારમાં મોંઘવારી વિરુદ્ધ રેલી કાઢી.

ProudOfGujarat

સ્માર્ટ સિટી સુરતને ગ્રીન સિટી બનાવવા સુરતીઓ કટીબદ્ધ : ગીતોના તાલે ગરબા કર્યા બાદ કર્યું વૃક્ષારોપણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!