Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ઐતિહાસિક કોર્ટ વિસ્તારમાં સફાઈ અભિયાન :  જાહેર સ્થળોએ કચરો નહીં ફેંકવા પાલિકાની અપીલ; નિયમભંગ કરનારાઓ સામે દંડની કાર્યવાહી

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક કોર્ટ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સફાઈ કામગીરી દરમિયાન જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા તેમજ નાગરિકોને કચરાનો યોગ્ય નિકાલ કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રમેશ મિસ્ત્રીએ લોકોને જાહેર સ્થળોએ જ્યાં-ત્યાં કચરો ન ફેંકવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કચરાનો નિકાલ નક્કી કરાયેલા સ્થળે જ કરવામાં આવે તો શહેરને સ્વચ્છ રાખવામાં મદદ મળશે. નાગરિકો પણ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બને તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.

નગરપાલિકા દ્વારા શહેરના 10થી વધુ સ્થળોએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનારા અથવા સ્વચ્છતા સંબંધિત નિયમોનો ભંગ કરનારાઓ સામે દંડ વસૂલવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી હોવાનું જણાવાયું હતું.

સફાઈ અભિયાન દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, ઉપપ્રમુખ રુચિતા મોદી, કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પટેલ, વોટર વર્ક્સ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

કોંગ્રેસ આયોજિત ગાંધી સંદેશ યાત્રાનું પાલેજ માં ભવ્ય સ્વાગત

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં કુંવરપુરા ગામે પતિ પર પત્ની અને અન્ય ઇસમોનો હુમલો…

ProudOfGujarat

ભાવનગર – તળાજા રોડ ઉપર આવેલ ભંડારીયા નજીક ટેન્કરની ગુલાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!