Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કાન્સાઈ નેરોલેકની CSR પહેલ: ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનને ફર્નિચર અર્પણ : અરજદારો અને પોલીસ સ્ટાફની સુવિધા માટે 4 SS બેચ, 16 ચેર સહિતનું ફર્નિચર અપાયું

Share

 

ભરૂચ :
ભરૂચ જિલ્લામાં કાર્યરત કાન્સાઈ નેરોલેક પેઇન્ટ્સ પ્રા. લિ., સાયખા પ્લાન્ટ દ્વારા સામાજિક જવાબદારી (CSR) અંતર્ગત ભરૂચ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ઉપયોગી ફર્નિચર અર્પણ કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારો તેમજ પોલીસ સ્ટાફને વધુ સારી બેઠક સુવિધા મળી રહે તે હેતુથી આ CSR પહેલ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

CSR પ્રવૃત્તિ અંતર્ગત મહિલા પોલીસ સ્ટેશનને અરજદારો માટે SSની 3-સીટર બેચ 4 નંગ, પોલીસ સ્ટાફ માટે 10 રિવોલ્વિંગ ચેર, અરજદારોને ઓફિસની અંદર બેસવા માટે 6 ફિક્સ ચેર તેમજ મુખ્ય અધિકારી માટે 1 એક્ઝિક્યુટિવ ચેર અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે કાન્સાઈ નેરોલેક પેઇન્ટ્સના સાયખા પ્લાન્ટ તરફથી કોમર્શિયલ ઇન્ચાર્જ શૌનક જોશી, પ્લાનિંગ ઓફિસર ભૂમિકા મોદી, પ્રોડક્શન ઓફિસર શ્વેતા પટેલ, પ્રોડક્શન ઓફિસર ખુશી સોલંકી, ક્વોલિટી ઓફિસર તબસ્સુમ ખાન અને ટિન્ટિંગ ઓફિસર પ્રિયંકા સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

મહિલા પોલીસ સ્ટેશન, ભરૂચ તરફથી PSI વૈશાલી આહીરની ઉપસ્થિતિમાં CSR પ્રવૃત્તિ યોજાઈ હતી. કંપનીના પ્રતિનિધિઓ દ્વારા પોલીસ સ્ટેશન માટે જરૂરી બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવતા મહિલા પોલીસ સ્ટેશન દ્વારા આ પહેલને આવકારવામાં આવી હતી.

કંપનીની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કે અન્ય કામગીરી માટે આવતા નાગરિકો તથા ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે વધુ સુવિધાજનક અને વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા ઊભી કરવાનો છે. ઉદ્યોગો દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે જાહેર સંસ્થાઓને ઉપયોગી સાધન-સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ બની રહી છે.


Share

Related posts

પાલેજનો પરિવાર તેમના વતને ગયો ને ધોળે દિવસે ઘરમાંથી ૧.૮૫ લાખની ચોરી

ProudOfGujarat

વાગરાનાં ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા કડોદરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું.

ProudOfGujarat

રાજપીપલા ખાતે પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!