Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભોલાવમાં ડ્રેનેજ લાઇનમાં કચરો ઠલવાતાં  જામ : મુખ્ય માર્ગ પર ગંદા પાણીનો ભરાવો : ત્રણ-ચાર દિવસ સુધી રામજી મંદિર, કૂવા અને મસ્જિદ ફળિયાના રહીશો પરેશાન; ગ્રામ પંચાયતની નિયમિત સફાઈ સામે ઉઠ્યા સવાલ

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ તાલુકાના ભોલાવ ગામમાં ડ્રેનેજ વ્યવસ્થાની યોગ્ય જાળવણીના અભાવે સ્થાનિકોને ગંદા પાણી વચ્ચે અવરજવર કરવાની ફરજ પડી રહી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. રામજી મંદિર ફળિયા, કૂવા ફળિયા તેમજ મસ્જિદ ફળિયા વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ડ્રેનેજ લાઇન જામ થતાં ગટરનું ગંદુ પાણી મુખ્ય માર્ગ પર વહી આવતાં સ્થાનિકો અને રાહદારીઓ ભારે પરેશાન બન્યા હતા.

મુખ્ય માર્ગ પર ગંદા પાણીનો ભરાવો થતાં વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી હતી. બીજી તરફ ગંદા પાણીમાંથી દુર્ગંધ ફેલાતાં આસપાસના રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના આક્ષેપ મુજબ, જો ડ્રેનેજ લાઇનની નિયમિત સફાઈ અને યોગ્ય જાળવણી કરવામાં આવતી હોત તો આવી સ્થિતિ ઊભી ન થાત.

સમસ્યા સર્જાયા બાદ સ્થાનિકો દ્વારા ભોલાવ ગ્રામ પંચાયતના તલાટીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સફાઈ કર્મચારીઓને ડ્રેનેજ લાઇનમાં ઉતારી જામ થયેલો કચરો બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મોટી માત્રામાં કચરો જમા થવાના કારણે ડ્રેનેજ લાઇનમાં પાણીના નિકાલને અવરોધ સર્જાયો હોવાનું સામે આવ્યું હતું.

સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો હતો કે, ડ્રેનેજ જેવી મૂળભૂત સુવિધાની નિયમિત સફાઈ માટે જવાબદાર તંત્ર દ્વારા અગાઉથી જ કામગીરી કેમ કરવામાં આવી નહીં? ત્રણ-ચાર દિવસ સુધી મુખ્ય માર્ગ પર ગંદા પાણીનો ભરાવો રહે ત્યાં સુધી ફરિયાદની રાહ જોવાની ફરજ કેમ પડી?

હવે ગ્રામ પંચાયત દ્વારા માત્ર તાત્કાલિક સફાઈ કરવાને બદલે ડ્રેનેજ લાઇનની નિયમિત સફાઈ, જાળવણી અને યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. અન્યથા આગામી દિવસોમાં ફરી આવી સ્થિતિ સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યો છે.


Share

Related posts

છોટાઉદેપુર : આદિવાસી યુવાનને ગોળી મારવાની ધમકી આપતાં કલેકટરને આવેદન જશુભાઈ રાઠવા વિરુદ્ધ તુરંત કાર્યવાહી કરવા માંગ.

ProudOfGujarat

દેશી મેલોડીઝના માલિક અને મ્યુઝિક લિજેન્ડ બી-પ્રાકે પણ ‘ક્યા હોતા’ ગીત પર તેમની લાગણીઓ વ્યક્ત કરી.

ProudOfGujarat

વાંકલ : માંગરોલ તાલુકાની 53 ગ્રામપંચાયત માટે પ્રિસાઇડીંગ, આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ફિમેલ પોલિંગની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!