Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બસ ડ્રાઈવર સાથે ઓવરટેક બાબતે બોલાચાલી કરી મારમારી ધમકી આપનાર સામે દહેજ પોલીસ મથકે ફરિયાદ : બોલેરો કેમ્પર ગાડીના ચાલક રાહુલ ગોહિલ, અક્ષય ગોહિલ અને બે અજાણ્યા શખ્સોએ બસ રોકી ડ્રાઈવરને થાપડ ઝીંકી : કંપનીના કર્મચારીઓને બચાવવા વચ્ચે પડેલા પ્રોડક્શન એક્ઝિક્યુટિવ સાથે પણ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ

Share

ભરૂચ : અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં રહેતા અને શ્રી નંદ ટ્રાવેલ્સમાં બસ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા યુવક સાથે ઓવરટેક બાબતે થયેલી બોલાચાલીની અદાવતમાં બોલેરો કેમ્પર ગાડીના ચાલક સહિતના શખ્સોએ રહીંયાદ ચોકી પાસે બસ અટકાવી મારમારી ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ મા અંગે દહેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદી મહમદ બદીન યાકૂબ બદીન (રહે. પાનોલી ઇદગાહ ફળીિયું, અંકલેશ્વર) છેલ્લા એક વર્ષથી શ્રી નંદ ટ્રાવેલ્સની બસ (નંબર DD-03-U-9975) ચલાવીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ અંકલેશ્વરથી દહેજ કેડીલા ફાર્મા કંપનીના કર્મચારીઓને લેવા-મૂકવા માટે આ બસ ચલાવે છે.

Advertisement

ગઈ તા. ૧૪/૦૮/૨૦૨૬ના રોજ સવારે મહમદ બદીન અંકલેશ્વરથી બસ લઈને કંપનીના પ્રોડક્શન એક્ઝિક્યુટિવ જ્યોતિપ્રકાશસિંહ તથા અન્ય ચારેક કર્મચારીઓને એબીસી સર્કલથી બેસાડીને દહેજ કેડીલા ફાર્મા કંપની ખાતે જવા નીકળ્યા હતા. સવારે અંદાજે આઠ વાગ્યે અટાલી ગામથી દહેજ તરફ જનાર રસ્તા પર ખરાબ રસ્તાના કારણે એક બોલેરો કેમ્પર ગાડી સાથે ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી.

બોલેરો ગાડીના ચાલકે રહીંયાદ ચોકી પાસે આવીને બસ ઊભી રાખવાનો ઇશારો કરતા ડ્રાઈવરે બસ ઊભી રાખી હતી. તે સમયે બોલેરો કેમ્પર ગાડીમાંથી ચાર વ્યક્તિઓ નીચે ઉતર્યા હતા, જેમાંથી એક વ્યક્તિએ બસમાં ચઢીને ડ્રાઈવર સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી અને એક તમાચો મારી દીધો હતો.

આ દરમિયાન તેઓ અંદરોઅંદર વાતચીત કરતા હતા જેમાં હુમલો કરનાર શખ્સોના નામ રાહુલ ગોહિલ તથા તેનો ભાઈ અક્ષય ગોહિલ તેમજ બીજા બે અજાણ્યા ઇસમો (તમામ રહે. રહીંયાદ, તા. વાગરા, જી. ભરૂચ) હોવાનું બહાર આવ્યું હતું. આ હુમલા વચ્ચે કંપનીના પ્રોડક્શન એક્ઝિક્યુટિવ જ્યોતિપ્રકાશસિંહ બચાવવા વચ્ચે પડતા આ શખ્સોએ તેમની સાથે પણ ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઘટના અંગે ૧૧૨ જનરક્ષક પર ફોન કરતા આરોપીઓ પોતાની ગાડી લઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા. અગાઉ દહેજ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવ્યા બાદ, કંપનીના મેનેજમેન્ટના કહેવાથી ભવિષ્યમાં કોઈ બનાવ ન બને તે માટે આ સામાવાળા વિરુદ્ધ દહેજ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.


Share

Related posts

કરજણ ખાતે માલિની કિશોર સંઘવી હોમિયોપેથીક હોસ્પિટલમાં દિવ્યાંગ બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચ : સંસ્કાર વિદ્યા ભવન શાળાનાં એન્યુઅલ ડે નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

માંગરોળ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ A.C.B. ના છટકામાં ૪ હજારની લાંચ લેતા ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!