Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદના વાડિયા રોડ પર નીકળ્યો 13 ફૂટનો રાક્ષસી મગર; જોવા માટે લોકોની ભીડ જામી, વન વિભાગે પકડ્યો : વારંવાર રોડ પર મગરો આવી ચઢતા સ્થાનિકોમાં ગભરાટ; વન વિભાગની ટીમે મગરનું સફળ રેસ્ક્યુ કર્યું : પોલીસને ભીડ નિયંત્રિત કરવા ભારે જહેમત કરવી પડી, કોઈ જાનહાનિ નહીં

Share

 

ભરૂચ :

Advertisement

આમોદ પંથકમાં મગરોનો પગપેસારો હવે ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. અગાઉ પૂરસા અને આમોદ પશુ દવાખાના રોડ પર મગર દેખાયાની ઘટનાઓની શાહી હજુ સૂકાઈ નથી ત્યાં જ આજે આમોદના વાડિયા ગામના માર્ગ પર આશરે ૧૩ ફૂટ લાંબો મહાકાય મગર લટાર મારતો નજરે પડ્યો હતો.

બપોરના કે સામાન્ય સમયે જાહેર માર્ગ પર આટલા કદાવર મગરને જોઈને લોકોમાં કુતૂહલની સાથે ભારે ભય વ્યાપી ગયો હતો. મગરને જોવા માટે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા, જેને કારણે ટ્રાફિક અને સલામતીની સમસ્યા સર્જાતા આમોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભીડને ખસેડી હતી. આ દરમિયાન વન વિભાગની રેસ્ક્યુ ટીમે પણ સમયસર પહોંચીને ભારે સાવચેતી સાથે વિશાળ મગરને સુરક્ષિત રીતે પાંજરે પૂરી લીધો હતો. સ્થાનિક રહીશોનું માનવું છે કે વન વિભાગે આ વિસ્તારમાં કાયમી પેટ્રોલીંગ કે સલામતી માટે નક્કર પગલાં ભરવા જોઈએ જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.


Share

Related posts

ભરૂચ ડીસ્ટ્રીક મેનેજમેન્ટ એસોસિએશનને 28 વર્ષ પૂર્ણ થતા બુક લવર્સ ફોરમ મીટ 243 નું ભોલાવ ખાતે આયોજન થયું હતું

ProudOfGujarat

વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન દ્વારા વલણ હોસ્પિટલને ઓક્સિજન કોન્સટ્રેટર મશીન તેમજ બાયપેપ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા.

ProudOfGujarat

વલસાડ ખાતે ફલેર કંપનીના નવા ઉત્‍પાદન એકમનો પ્રારંભ કરાવતા મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!