Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ખેલ મહાકુંભ-૨૦૨૬: જિમખાના અંકલેશ્વરની ટેનિસ સ્ટાર્સનો ડંકો; દિત્યા પટેલ પ્રથમ અને સ્વરા સોની તૃતીય ક્રમે : અંડર-૧૧ લૉન ટેનિસમાં અંકલેશ્વરની બાળાઓએ જિલ્લા કક્ષાએ મેડલ્સ જીતી સંસ્થાનું ગૌરવ વધાર્યું  :  હવે રાજ્યકક્ષાની લૉન ટેનિસ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

Share

 

ભરૂચ:

Advertisement

રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે ઉભરતી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આયોજિત ‘ખેલ મહાકુંભ-૨૦૨૬’ અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ સ્પર્ધાનો ધમધમાટ ચાલી રહ્યો છે. જે અંતર્ગત યોજાયેલી અંડર-૧૧ બહેનોની જિલ્લા કક્ષાની લૉન ટેનિસ સ્પર્ધામાં જિમખાના ટેનિસ એકેડમી, અંકલેશ્વરની યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી ભરૂચ જિલ્લામાં ડંકો વગાડ્યો છે.

આ રોમાંચક સ્પર્ધામાં જિમખાના એકેડમીની દિત્યા એ. પટેલે પોતાના ઉત્કૃષ્ટ રમત કૌશલ્યના જોરે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સુવર્ણ સફળતા મેળવી છે. જ્યારે સ્વરા પી. સોનીએ તૃતીય ક્રમાંક હાંસલ કરી કાંસ્ય ચંદ્રક પોતાના નામે કર્યો છે. પોતાની અથાક મહેનત અને દ્રઢ લગનથી વિજેતા બનેલી આ બંને ખેલાડીઓ હવે આગામી સમયમાં યોજાનાર રાજ્યકક્ષાની લૉન ટેનિસ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. બંને બાળાઓની આ ગૌરવવંતી સિદ્ધિ બદલ જિમખાના અંકલેશ્વરના કોચ, સંચાલકો તથા રમતપ્રેમીઓએ અભિનંદન પાઠવી રાજ્યકક્ષાએ વિજયી બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.


Share

Related posts

માંગરોળની શ્રી એલ બી શાહ વિનય વિધા મંદિર સ્કુલ કંટવા ખાતે પોકસો એકટની માહિતી અપાઈ.

ProudOfGujarat

RTE હેઠળના બાળકો પાસેથી વધારાની ફી વસૂલતી શાળાઓ સામે કડક કાર્યવાહી થશે : જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઉલજી

ProudOfGujarat

ભરૂચના જે.બી મોદી પાર્ક પાસે કાંસની સફાઈ કરાતા વિસ્તાર બે ભાગમાં વહેંચાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!