Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયા પોલીસે સબમર્સિબલ મોટર અને કેબલ ચોરીના ત્રણ ગુના ઉકેલ્યા, ચાર આરોપી ઝડપાયા : નવરાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં સફળતા; ત્રણ મોટર અને કેબલ વાયર સહિત રૂ. 50 હજારનો મુદ્દામાલ કબજે

Share

 

વાલિયા:

Advertisement

વાલિયા પોલીસે સબમર્સિબલ મોટર અને કેબલ વાયર ચોરીના ત્રણ બનાવોનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની ટીમે આરોપીઓ પાસેથી ચોરીની ત્રણ સબમર્સિબલ મોટર અને કેબલ વાયર મળી કુલ રૂ. 50 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાલિયા પોલીસ સ્ટેશનના પી.આઈ. સી.એફ. ઠાકોરના માર્ગદર્શન હેઠળ નવરાત્રી દરમિયાન ચોરીના બનાવો અટકાવવા પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચાર શખ્સો ચોરીની ત્રણ સબમર્સિબલ મોટર અને કેબલ વાયર વેચવા માટે વાલિયા ટાઉનમાં ગ્રાહકોની શોધખોળ કરી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઉમરગામ, તાલુકો વાલિયાના દીપક વિનુભાઈ વસાવા, અભય સુરેન્દ્ર વસાવા, કેવિન સુંદર વસાવા અને સંજય વજેસિંગ ચૌહાણને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ત્રણ સબમર્સિબલ મોટર અને કેબલ વાયર મળી કુલ રૂ. 50 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો, જેને પોલીસે કબજે કર્યો હતો.

પોલીસે આ કાર્યવાહીથી સબમર્સિબલ મોટર અને કેબલ વાયર ચોરીના ત્રણ કેસ ઉકેલ્યા હોવાનું જણાવ્યું છે. ઝડપાયેલા ચારેય આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી ચોરીના બનાવો અંગેની વિગતો મેળવવા અને અન્ય કોઈ ગુનામાં તેમની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.


Share

Related posts

અભિનેત્રી કશિકા કપૂર તેના નવા રોમેન્ટિક ગીત ઓ માહીથી ચાહકોને આશ્ચર્યચકિત કર્યા

ProudOfGujarat

યુ.એસ. માં રહેતા રાજપીપલાના વતનીએ નાની બાળકીઓને ગૌરીવ્રતની અનોખી રીતે ઉજવણી કરાવી.

ProudOfGujarat

કશિકા કપૂરે પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!