Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આવી તપાસોમાં મોટા માથા બચી જાય છે, નાના કર્મીઓનો ભોગ લેવાય છે : સાંસદ

Share

ભરૂચ મનરેગા કૌભાંડમાં સાંસદ મનસુખ વસાવાએ તપાસમાં દરેકની જવાબદારી નક્કી કરાય તેવી માગ કરી
પોલીસની SIT ટીમ દ્વારા હાંસોટ તાલુકાના ચાર ગામોમાં થયેલાં રોડ-રસ્તાના કામોની સ્થળ તપાસ
। ભરૂચ ।
ભરૂચમાં સામે આવેલાં ૭.૩૦ કરોડના મનરેગા કૌભાંડને લઈને દાહોદમાં મંત્રી બચુ ખાબડના પુત્રો દ્વારા આચરવામાં આવેલાં મનરેગા કૌભાંડ બાદ ભરૂચ જિલ્લો ચર્ચામાં રહ્યો છે. વેરાવળની જલારામ એન્ટર પ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઈઝ નામની બે એજન્સીઓએ ૫ર ગામોમાં રોડ રસ્તાના કામોમાં ૭.૩૦ કરોડની ખાયકી કરી હોવાની ફરિયાદમાં એક તરફ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ત્યાં સાંસદ મનસુખ વસાવાએ સમગ્ર પકરણને લઈને જણાવ્યું હતું કે, આ પ્રકારની સરકારી કચેરીઓમાં થતાં કૌભાંડમાં મોટે ભાગે કૌભાંડ આચરનારા મોટા માથાઓ બચી જાય છે અને નાના કર્મીઓનો મરો થાય છે. ત્યારે આ કૌભાંડમાં નિષ્પક્ષ તપાસ કરી દરેકની જવાબદારી નક્કી કરવી જોઈએ.
દાહોદમાં બચુ ખાબડના પુત્રો દ્વારા આચરવામાં આવેલાં મનરેગા કૌભાંડ બાદ ભરૂચમાં ખુલ્લા પડેલું મનરેગા કીભાંડ હાલમાં ટોક ઓફ ધ ટાઉન બનેલું છે. વેરાવળની બે એજન્સીઓ જલારામ એન્ટરપ્રાઈઝ અને મુરલીધર એન્ટરપ્રાઈઝ દ્વારા ભરૂચના આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના ૫ણ ગામોમાં રોડ-રસ્તાના કામોમાં ૭.૩૦ કરોડની ગેરરિતી આચરવામાં આવી હોવાની ફરિયાદ ભરૂચ એ.ડીવીઝનમાં નોંધાઈ છે ત્યારે ભરૂચ જિલ્લા પોલીસવડાએ મામલાની તપાસ માટે રિવાયએસપીની અધ્યક્ષતામાં SIT ની રચના કરી છે. મંગળવારે પોલીસની ટીમ દ્વારા હાંસોટ તાલુકાના બોલાવ, કંટીયાજાળ, સુણેવખુર્દ તેમજ સમલી ગામમાં સ્થળ તપાસ કરવામાં આવી હતી તેમજ સંલગ્ન કામના ટેકનીકલ કર્મચારીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા.
બીજી તરફ મનરેગા કીભાંડને લઈને સાંસદ મનસુખ વસાવાએ પણ આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, સામાન્ય રીતે આ પ્રકારના કૌભાંડની તપાસ જયારે પણ થાય છે ત્યારે મોટાભાગના નાના માણસોનો જ ભોગ લેવાઈ છે અને મોટા માથા બચી જાય છે. ત્યારે આ મામલામાં નિષ્પક્ષ તપાસ થાય અને દરેક અધિકારીઓની તેમજ પદાધિકારીઓની જવાબદારી નક્કી કરી તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી.

Share

Related posts

ગોધરા તાલુકાનાં સાંપા ગામે મનરેગા યોજના હેઠળ ચેકડેમ ઉંડા કરવા માટે ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

ProudOfGujarat

“अंधाधुन” के निर्माता ने नए पोस्टर के जरिये फ़िल्म की रिलीज तारीख की घोषित!

ProudOfGujarat

ભરૂચ : વરલી મટકા અને આંક ફરકનો જુગાર રમતા ઈસમો સામે ક્રાઇમ બ્રાંચે બોલાવી તવાઇ, પાલેજ અને પાનોલી ખાતેથી હજારોના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!