Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરાના વસ્તી ખંડાલી ગામે બેન્કની ચોપડી મુદ્દે બે પરિવારો બાખડ્યા :  બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી, વાગરા પોલીસે ચાર વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Share

 

ભરૂચ :

Advertisement

વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામની નવીનગરીમાં બેન્કની ચોપડી ન આપવા મુદ્દે બે પરિવારો વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો હતો. બંને પક્ષે સામસામે મારામારી અને અપશબ્દો બોલવાના આક્ષેપો સાથે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કુલ ચાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, નવીનગરીમાં રહેતી જશોદા ચંદુ રાઠોડના સસરાએ તેમને જણાવ્યું હતું કે, અગાઉ નીરુ સુરેશ રાઠોડ પાસે બેન્કની ચોપડી માંગવામાં આવી હતી, પરંતુ તેમણે ચોપડી આપી નહોતી. આ મુદ્દે જશોદા તેમના પતિ અને પુત્રી સાથે સાસુના ખબરઅંતર પૂછવા ગયાં હતાં. તે દરમિયાન બાજુમાં રહેતી નીરુને બેન્કની ચોપડી કેમ ન આપી તેવું પૂછતાં નીરુ અને તેના સસરા ઠાકોરભાઈ ઉશ્કેરાઈ ગયાં હોવાનો આક્ષેપ છે. બંનેએ અપશબ્દો બોલી માર મારતાં બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમને છોડાવ્યાં હતાં.

બીજી તરફ, નીરુ સુરેશ રાઠોડે પણ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ઘરે હતાં ત્યારે ફળિયામાં રહેતાં જશોદા ચંદુ રાઠોડ અને તેમના પતિ ચંદુ રાઠોડ બેન્કની ચોપડી મુદ્દે બોલાચાલી કરવા આવ્યા હતા. ત્યારબાદ દંપતીએ અપશબ્દો બોલી તેમના પરિવારજનો સાથે મારામારી કરી નાની-મોટી ઇજાઓ પહોંચાડી હોવાનો આક્ષેપ કર્યો હતો.

આમ, બેન્કની ચોપડીના મામલે શરૂ થયેલો વિવાદ પોલીસ મથક સુધી પહોંચ્યો છે. વાગરા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે કુલ ચાર વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

મહાસાગર ફાઉન્ડેશનના ઉપક્રમે કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો …

ProudOfGujarat

ભરૂચના શુકલતીર્થ ગામમાંથી અજમેર બ્લાસ્ટનો મુખ્ય આરોપી અને સૂત્રધાર સુરેશ નાયરને ATS દ્વારા ઝડપી લેવાયો.

ProudOfGujarat

રાજ્ય માં મહિલાઓ તેમજ માસૂમ બાળાઓ પર થતા બળાત્કાર ની ઘટનાઓ મામલે ભરૂચ યુવા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી વિરોધ કરાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!