Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજમાં ટેન્કરની અડફેટે મહિલા ડોક્ટરનું મોત, પતિની નજર સામે જ પત્નીએ જીવ ગુમાવ્યો : રિલાયન્સના ગેટ નંબર-4 નજીક બાઈકને ટેન્કરે અડફેટે લીધી, અકસ્માત બાદ ચાલક વાહન મૂકી ફરાર

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ જિલ્લાના દહેજમાં માર્ગ અકસ્માતની કરુણ ઘટના સામે આવી છે. રિલાયન્સ કંપનીના ગેટ નંબર-4 નજીક બાઈક પર પતિ સાથે જઈ રહેલાં મહિલા ડોક્ટરને ટેન્કરે અડફેટે લેતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પતિની નજર સામે જ પત્નીનું મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ ઘટનાને પગલે વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, બિંદુદેવી સંજુ મિશ્રા તેમના પતિ સાથે બાઈક પર જઈ રહ્યાં હતાં. આ દરમિયાન રિલાયન્સના ગેટ નંબર-4 નજીક ટેન્કરે તેમની બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માતમાં બિંદુદેવીને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

અકસમાત સર્જાયા બાદ ટેન્કરચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં દહેજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવા સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

બીજી તરફ, અકસ્માત બાદ ફરાર થયેલા ટેન્કરચાલકને શોધવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલા ડોક્ટરના અચાનક મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે અકસ્માતના કારણો જાણવા અને જવાબદાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ. તમામ કામો સર્વાનુમતે મંજૂર, શહીદો માટે રૂપિયા ૫ લાખ સહાયની જાહેરાત…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા કોંગ્રેસ દ્વારા તરસાલી ખાતેથી સભ્ય નોંધણીની ઝુંબેશ હાથ ધરાઈ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં રાજપીપલા કલેક્ટરાલય ખાતે EMMC-MCMC અને મિડિયા સેન્ટરની મુલાકાત લેતા કલેકટર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!