સપ્ટેમ્બર માહ વર્ષ ૨૦૨૬માં ગણેશ ઉત્સવમાં કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં સ્થાપિત ‘વિશ્વ શાંતિ યજ્ઞ કરતા ગણેશજીની થીમને Ganpati.tvદ્વારા આયોજિત પ્રતિયોગીતામાં “બેસ્ટ હેન્ડમેડ ઇકો-ફ્રેન્ડલી ગણેશથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે.
આ પ્રતિયોગિતામાં આખા ભારતમાંથી ગણેશ મંડળોએ ભાગ લીધો હતો અને તેમાંથી કુલ ૫૧ મંડળોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા તેમાં આપણા ભરૂચનું ગૌરવ એવી કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીને આ ૫૧ પુરસ્કૃત મંડળોમાં સ્થાન મળ્યું છે જે આપણા ભરૂચ માટે ગૌરવની વાત છે.
આ ખુશીના પ્રસગે ગ્રંથપાલ કે જેઓં આ મૂર્તિના મૂર્તિકાર પણ છે તેમણે આ ખુશી સમસ્ત પર્યાવરણ પ્રેમીઓ માટે સમર્પિત કરી છે. અને સૌને પર્યાવરણ જાળવા એનું જતન કરવા માટે પ્રાર્થના કરી છે.
ગણપતિ ઉત્સવની ની થીમ હતી “ વિશ્વ શાંતિ યાગ” જેમાં શ્રી ગણેશજીને અને સપ્ત રુધિ સ્વરૂપ ગણપતિને શાંતિ યજ્ઞ કરતા દર્શાવવામાં આવ્યા હતા. આ પ્રતિયોગીતા આખા ભારતવર્ષ માટે હતી. આ પુરસ્કારમાં લાયબ્રેરીને ટ્રોફી અને સર્ટીફીકેટ આપવામાં આવ્યું છે.
