Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ-વાલિયા રાજ્ય ધોરીમાર્ગ પર ડાયવર્ઝનના અભાવે ગ્રામજનોમાં રોષ : કીમ નદીના જૂના પુલના સ્થાને નવો પુલ બનાવવાની કામગીરી વચ્ચે વાહનચાલકો મુશ્કેલીમાં, વૈકલ્પિક રસ્તો નહીં અપાય તો આંદોલનની ચીમકી

Share

 

વાંકલ :

Advertisement

માંગરોળ અને વાલિયા તાલુકાને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર કીમ નદીના જૂના જર્જરિત પુલના સ્થાને નવો પુલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, વાહનવ્યવહાર માટે વૈકલ્પિક રસ્તો કે ડાયવર્ઝન આપવામાં ન આવતાં સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રસ્તો બંધ થવાથી અંકલેશ્વર, ભરૂચ અને વાંકલની કોલેજોમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ ઉપરાંત ખેડૂતો અને પશુપાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કરા, મેરા, આમંડેરા અને ગીજરમ સહિતનાં ગામોના લોકોને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોસાડી થઈને જવું પડતું હોવાથી વાહનચાલકોને લાંબો ફેરાવો કરવો પડે છે, જેના કારણે સમય અને નાણાંનો વ્યય થઈ રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ સમસ્યાના નિરાકરણ માટે કોન્ટ્રાક્ટર અને સંબંધિત લોકો સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી.

ગ્રામજનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. જો વહેલી તકે ડાયવર્ઝન આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હવે તંત્ર દ્વારા આ સમસ્યાનું ક્યારે નિરાકરણ લાવવામાં આવે છે તેના પર સૌની નજર છે.


Share

Related posts

ઝગડિયા જી.આઈ.ડી.સી માં આવેલ બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝમાંથી રાત્રીનાં સમયે ગંદુ પાણી બહાર છોડાતાં જીપીસીબી ને જાણ કરવામાં આવી.

ProudOfGujarat

ચોરીના બનાવના આરોપીને 2.5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ રૂરલ પોલીસ

ProudOfGujarat

વડનગરથી કાશી સુધી બાઈક યાત્રા માટે ભરૂચ યુવા મોરચાની ટીમ રવાના થશે :  ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલયે 16મીએ વિદાય સમારોહ યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!