Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળમાં PM મોદીનો પ્રવાસ અને સરદાર જયંતીની ઉજવણીને લઈ સંયુક્ત રિવ્યૂ બેઠક યોજાઈ : પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં આયોજનની સમીક્ષા; તાલુકાની દરેક જિલ્લા પંચાયત બેઠક હેઠળ બે કાર્યક્રમો યોજાશે

Share

 

વાંકલ :

Advertisement

સુરત જિલ્લાના માંગરોળ તાલુકા પંચાયત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણીના આયોજનને લઈને વહીવટી તંત્ર તથા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની સંયુક્ત રિવ્યૂ બેઠક યોજાઈ હતી. પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં બંને કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અંતર્ગત યોજાનારા કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાનો કાર્યક્રમ પણ યોજાનાર હોવાનું જણાવાયું હતું. આ કાર્યક્રમમાં વધુમાં વધુ ખેડૂતો જોડાય અને વડાપ્રધાનનું સંબોધન સાંભળી શકે તે માટે સ્થાનિક સ્તરે આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

માંગરોળ તાલુકાની દરેક જિલ્લા પંચાયત બેઠક હેઠળ બે-બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો દરમિયાન સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાનના કાર્યક્રમ સાથે જોડાઈ શકશે. સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પણ લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા થઈ હતી.

આ અંગે પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, તાલુકાનાં તમામ ગામોમાં ગ્રામજનો એકત્રિત થઈને વડાપ્રધાનનું સંબોધન અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાનારી પરેડ નિહાળી શકે તે માટે સાંજે 5 વાગ્યાથી લાઇવ પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવશે.

બેઠકમાં સરકારી વહીવટી તંત્ર, પદાધિકારીઓ અને સ્થાનિક સંગઠનના પ્રતિનિધિઓએ કાર્યક્રમોની વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી હતી. સમગ્ર આયોજન સુચારુ રીતે થાય તે માટે જરૂરી પૂર્વતૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. આ બેઠકના માધ્યમથી માંગરોળ તાલુકામાં ખેડૂતો અને ગ્રામજનોની સહભાગિતા સાથે બંને કાર્યક્રમોની ઉજવણી માટે આયોજનને વેગ આપવામાં આવ્યો હતો.


Share

Related posts

વાંકલમાં 39 સરકારી નોકરી મેળવેલા યુવાનોનું સન્માન : ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને SP રાજેશ ગઢિયાના હસ્તે સન્માન; રૂ.1 કરોડના ખર્ચે આધુનિક લાયબ્રેરીનું ખાતમુહૂર્ત

ProudOfGujarat

મહિસાગર: કડાણા પંથકમાં જામે છે હોળીના પર્વ પછી પણ દાંડીયાનાચની રમઝટ -જુઓ વિડીઓ

ProudOfGujarat

ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભરૂચ એબીવીપીનું વિરોધ પ્રદર્શન : જીઈસી કોલેજ બહાર મોટી સંખ્યામાં કાર્યકર્તા અને વિદ્યાર્થીઓ એકત્ર થયાં, ઝારખંડ પોલીસની કાર્યવાહી સામે સુત્રોચ્ચાર કરી છાત્રોએ રોષ વ્યક્ત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!