Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલમાં 39 સરકારી નોકરી મેળવેલા યુવાનોનું સન્માન : ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને SP રાજેશ ગઢિયાના હસ્તે સન્માન; રૂ.1 કરોડના ખર્ચે આધુનિક લાયબ્રેરીનું ખાતમુહૂર્ત

Share

 

વાંકલ :

Advertisement

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલી આર્ટ્સ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટિવેશન સેમિનાર તથા સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં તાજેતરમાં સરકારી નોકરી મેળવી સફળતા મેળવનાર વિસ્તારના 39 જેટલા દીકરા-દીકરીઓ તેમજ તેમના માતા-પિતાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય તથા પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા અને DySP બી.કે. વનાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સફળ યુવાનો સાથે તેમના શ્રમજીવી માતા-પિતાનું સન્માન કરવામાં આવ્યું ત્યારે કાર્યક્રમમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

રૂ.1 કરોડના ખર્ચે આધુનિક લાયબ્રેરીનું ખાતમુહૂર્ત

આદિવાસી અને ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની ગુણવત્તાસભર તૈયારી માટે વધુ સારી સુવિધા મળી રહે તે હેતુથી વાંકલ ખાતે રૂ.1 કરોડના ખર્ચે આધુનિક લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવશે. તેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા પણ વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી માર્ગદર્શન ઉપરાંત જરૂરી પુસ્તકો અને અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ગરીબ પરિવારની રેણુકા વસાવા બની પ્રેરણાસ્ત્રોત

સમારોહમાં કોસંબા વિસ્તારના અત્યંત ગરીબ પરિવારની દીકરી રેણુકા વસાવાનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રેણુકાએ NEET પરીક્ષામાં સફળતા મેળવી MBBSના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે. પરીક્ષા રદ થવાથી એક તબક્કે નિરાશા અનુભવ્યા બાદ પણ હિંમત હાર્યા વિના ફરી મહેનત કરીને તેણે સફળતા હાંસલ કરી હતી. ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ રેણુકાના આગળના અભ્યાસ માટે આર્થિક મદદ કરવાની ખાતરી આપી હતી.

સ્થાનિક તંત્ર, પોલીસ વિભાગ અને શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી આદિવાસી વિસ્તારના યુવાનો શિક્ષણ અને સરકારી સેવાઓ તરફ આગળ વધી રહ્યા છે, જે સમગ્ર પંથક માટે ગૌરવની બાબત બની છે.


Share

Related posts

સુરતમાં સિટી બસની ટક્કરે યુવકનું મોત, બીઆરટીએસ રુટ પર બની ઘટના

ProudOfGujarat

આદિજાતિ વિસ્તારમા સિંચાઈ સુવિધા માટેની કાકરાપાર,ગોરઘા,વડ ઉદવહન પાઈપલાઈન યોજના નો શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે કરવામા આવ્યુ.

ProudOfGujarat

ઝઘડિયાના ગુંડેચા નજીક હાઇવા ટ્રકે ફોર વ્હિલ ગાડીને ટક્કર મારતા એક ઇસમને ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!