Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝનો માટે રમતોત્સવ યોજાશે : 20 નવેમ્બરે કાળી તલાવડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ રમતોની સ્પર્ધા, ભાગ લેવા 18 નવેમ્બર સુધીમાં નોંધણી કરાવવી પડશે

Share

 

ભરૂચ :

Advertisement

વય માત્ર એક આંકડો છે અને રમતગમત માટે કોઈ ઉંમર હોતી નથી તેવો સંદેશ આપવા ભરૂચ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનો માટે રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વડીલોને પોતાની રમતગમતની પ્રતિભા દર્શાવવાની સાથે શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્ફૂર્તિ જાળવવાની તક મળશે.

જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, આ સ્પર્ધામાં વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ, એથ્લેટિક્સ અને ટેનિસ બોલ ક્રિકેટ સહિતની વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ભાઈઓ અને બહેનો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક વડીલોએ નિયત નમૂનાનું પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતેથી મેળવી તેમાં જરૂરી વિગતો ભરીને 18 નવેમ્બર 2026 સુધીમાં જમા કરાવવાનું રહેશે. પ્રવેશપત્ર જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કાળી તલાવડી, કલેક્ટર બંગલાની પાછળ, બંબાખાના રોડ, ભરૂચ ખાતેથી મેળવી શકાશે.

તમામ સ્પર્ધાઓનું આયોજન 20 નવેમ્બર 2026ના રોજ સવારે 8 વાગ્યાથી જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કાળી તલાવડી, ભરૂચ ખાતે કરવામાં આવશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે 7600014960 નંબર પર સંપર્ક કરી શકાશે.

જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા જિલ્લાના 60 વર્ષથી વધુ વય ધરાવતા તમામ સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનોને આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને નિયત સમયમર્યાદામાં નોંધણી કરાવવા અપીલ કરવામાં આવી છે.


Share

Related posts

ડેડીયાપાડા ધારાસભ્ય દ્વારા મંડળીઓની જમીનોનું ગેરકાયદેસર વેચાણ દસ્તાવેજ રદ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો !

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં પોલીયો રસીકરણ ઝુંબેશ હાથધરી ૦-૫ વર્ષના આશરે ૪૫ હજાર બાળકોને સુરક્ષિત કરાયા

ProudOfGujarat

વડોદરાના પાદરા હાઈવે પાસે BMW ગાડીમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!