Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચઢતી વખતે વૃદ્ધ મહિલાની રૂ.1.75 લાખની સોનાની બંગડી ચોરાઈ : તાપ્તી એક્સપ્રેસની ભીડનો લાભ લઈ તસ્કરે હાથમાંથી 12 ગ્રામની સોનાની બંગડી સેરવી લીધી, બોરીવલી રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાઈ

Share

 

ભરૂચ રેલવે સ્ટેશન પરથી મુંબઈ જવા માટે તાપ્તી એક્સપ્રેસમાં સવાર થયેલી રાજકોટની 63 વર્ષીય વૃદ્ધ મહિલાની રૂ.1.75 લાખની કિંમતની સોનાની બંગડી ચોરી થવાની ઘટના સામે આવી છે. ટ્રેનમાં ભારે ભીડનો લાભ લઈને અજાણ્યો તસ્કર મહિલાના હાથમાંથી સોનાની બંગડી સેરવી ફરાર થઈ ગયો હતો.

Advertisement

મળતી માહિતી મુજબ, રાજકોટના સમર્પણ શિવ સંગમ સોસાયટી વિસ્તારમાં રહેતાં ઉર્મિલાબેન પ્રવિણભાઈ ડઢાણીયા (ઉં.વ.63) તા.14 ઓક્ટોબર 2026ના રોજ ભરૂચથી મુંબઈ જવા માટે ટ્રેન નંબર 12010 તાપ્તી એક્સપ્રેસમાં સવાર થયાં હતાં. સવારે આશરે 5:25 વાગ્યે ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પરથી તેઓ કોચ નંબર C-11માં સીટ નંબર 66 પર બેઠાં હતાં.

ભરૂચ સ્ટેશન પસાર થયા બાદ સવારે આશરે 5:40 વાગ્યે તેમના ડાબા હાથમાં બળતરા જેવો અનુભવ થતાં તપાસ કરતાં હાથમાં પહેરેલી સોનાની બંગડી ગાયબ હોવાનું જણાયું હતું. તેમણે સમગ્ર કોચમાં શોધખોળ કરી હતી, પરંતુ બંગડી મળી આવી નહોતી. જેથી ટ્રેનમાં ચઢતી વખતે ભારે ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યો શખસ બંગડી ચોરી ગયો હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

ચોરી થયેલી બંગડી વર્ષ 2011માં ખરીદેલી 22 કેરેટની આશરે 12 ગ્રામ વજનની હતી, જેની અંદાજિત કિંમત રૂ.1.75 લાખ થાય છે.

આ બનાવ અંગે ઉર્મિલાબેને તા.15 ઓક્ટોબરના રોજ બોરીવલી રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે, ચોરીની ઘટના ભરૂચ રેલવે સ્ટેશનના અધિકારક્ષેત્રમાં બની હોવાથી બોરીવલી રેલવે પોલીસે વધુ તપાસ અર્થે કેસ ભરૂચ રેલવે પોલીસને મોકલ્યો છે.


Share

Related posts

સાયખાની હોબેંકસ મેડિસીન્સ કંપની પાછળ ચાર ભેંસોના શંકાસ્પદ મોતથી ચકચાર : પશુપાલકોમાં રોષની લાગણી ફેલાઈ

ProudOfGujarat

વડોદરાના પોઇચા ગામ ખાતે આવેલ એવીડ ઓર્ગેનિકસ કંપનીમાં ભીષણ આગ લગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વર ડિવિઝનનાં 3 પોલીસ મથકમાં ઝડપાયેલ વિદેશી દારૂનો નાશ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!