Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિવાળી-નૂતન વર્ષના તહેવારોમાં વતન જતા મુસાફરો માટે ભરૂચ એસટી ડિવિઝન દરરોજ 50 વધારાની બસો દોડાવશે : 4થી 7 નવેમ્બર દરમિયાન ભોલાવ, જીએનએફસી અને અંકલેશ્વર હાઇવે બસ સ્ટેન્ડ પરથી વિશેષ બસોનું સંચાલન કરાશે

Share

 

દિવાળી અને નૂતન વર્ષના તહેવારોમાં વતન તરફ જતા મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને ભરૂચ એસટી ડિવિઝન દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોને બસની અછતને કારણે હાલાકી ન ભોગવવી પડે તે માટે દરરોજ અંદાજે 50 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

અગિયારસથી શરૂ થતા તહેવારો દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને પહોંચી વળવા આગામી 7 નવેમ્બર સુધી રોજ વિશેષ બસોનું સંચાલન કરાશે. આ બસો ભરૂચના ભોલાવ બસ સ્ટેન્ડ, જીએનએફસી બસ સ્ટેન્ડ તેમજ અંકલેશ્વર હાઇવે બસ સ્ટેન્ડ પરથી દોડાવવામાં આવશે.

ખાસ કરીને ભરૂચ અને અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા સૌરાષ્ટ્રના રત્નકલાકારો તેમજ દાહોદ-ગોધરા પંથકના શ્રમિકો દિવાળીના તહેવારોમાં પોતાના વતન જતા હોય છે. આ મુસાફરોને સુરક્ષિત અને સરળતાથી વતન પહોંચાડી શકાય તે માટે એસટી વિભાગ દ્વારા વિવિધ રૂટનું ખાસ ટાઇમટેબલ તૈયાર કરવામાં આવ્યું છે.

તહેવારો દરમિયાન ખાનગી લક્ઝરી બસ સંચાલકો દ્વારા ઊંચા ભાડાં વસૂલવામાં આવતાં હોવાની ફરિયાદો વચ્ચે એસટી નિગમ દ્વારા વધારાની બસોનું આયોજન મુસાફરો માટે રાહતરૂપ બનશે. સરકારી બસ સેવાનો લાભ લઈને મુસાફરો આરામદાયક અને સસ્તી મુસાફરી કરી શકે તે માટે એસટી વિભાગ દ્વારા વધુમાં વધુ નાગરિકોને આ વિશેષ બસ સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.


Share

Related posts

મૌની રોય, આલિયા ભટ્ટ, રશ્મિકા મંડન્ના અને તમન્ના ભાટિયા ચાર સેલિબ્રિટી સ્ટાઇલ ચીટ કોડ ઓફર કરે છે જે દરેક વખતે કામ કરે છે.

ProudOfGujarat

અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગનું મોટું ઓપરેશન, જાણીતા ટાઇલ્સ ઉત્પાદક પર IT ના દરોડા.

ProudOfGujarat

અંકલેશ્વર- સટ્ટાબેટિંગ ના જુગાર રમતા એક મહિલા સહિત ચાર આરોપીને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!