Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં GEBના નાયબ ઇજનેરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, રૂ.1.95 લાખના દાગીનાની ચોરી : પરિવાર દિવાળીના વેકેશનમાં પાવાગઢ દર્શને ગયો હતો, દરવાજા પાસે સંતાડેલી ચાવી મેળવી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો

Share

 

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂ.1.95 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. GEBમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા પરિવારના સભ્યો દિવાળીના વેકેશનમાં પાવાગઢ દર્શને ગયા હતા, ત્યારે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. ઘરના દરવાજા પાસે દિવાલ પર સંતાડેલી ચાવી મેળવી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, ભોલાવ વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતા રાજીવ કરશનભાઈ પટેલ મક્તમપુર GEB ખાતે નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવે છે. તેઓ દિવાળીના વેકેશન દરમિયાન પરિવાર સાથે પાવાગઢ દર્શને જવા નીકળ્યા હતા. ઘર બંધ કરતાં તેમણે મુખ્ય દરવાજા પાસેની દિવાલ પર ચાવીનો ગુચ્છો સંતાડ્યો હતો.

દરમિયાન બે દિવસ બાદ તેમના ઘરે કામ કરવા આવતી મહિલાએ ફોન કરીને મકાનનો પાછળનો દરવાજો ખુલ્લો હોવાનું જણાવ્યું હતું. જેથી રાજીવભાઈએ તેઓ રસ્તામાં હોવાનું જણાવી મહિલાને ત્યાં રોકાવા કહ્યું હતું. ત્યારબાદ તેઓ ઘરે પહોંચ્યા ત્યારે મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો અને આગળની બારી ખુલ્લી જોવા મળી હતી.

ઘરના પાછળના ભાગે તપાસ કરતાં દરવાજો ખુલ્લો જણાતાં તેઓ અંદર પ્રવેશ્યા હતા. ઘરમાં સામાન વેરવિખેર પડેલો હતો. કબાટના ડ્રોઅરમાં તપાસ કરતાં સોનાનું મંગળસૂત્ર, બે બુટ્ટી અને કડા ટાઇપની સોનાની બંગડી મળી કુલ રૂ.1.95 લાખના દાગીના ગાયબ હોવાનું જણાયું હતું.

ઘરની ચાવી સંતાડેલી જગ્યાએથી મેળવી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બનાવ અંગે રાજીવભાઈ પટેલે ભરૂચ શહેર સી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ઝઘડીયા તાલુકાની કેટલીક સરકાર માન્ય દુકાનોમાં ગેરરીતિઓ આચરાતી હોવાની બુમ.

ProudOfGujarat

પાલેજની જાણીતી ફિલિપ્સ કાર્બન કંપનીમાં કામદારોની માંગણી સ્વીકારાતા સમાધાન…

ProudOfGujarat

અમદાવાદ : વેજલપુરના સાંનિધ્ય બેંકવેટ હોલમાં લોકો કોરોનાનું ભાન ભૂલ્યા : વેક્સિન માટે કરી પડાપડી ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!