Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાની કેટલીક સરકાર માન્ય દુકાનોમાં ગેરરીતિઓ આચરાતી હોવાની બુમ.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આવેલી સરકાર મ‍ાન્ય વાજબી ભાવની દુકાનો પૈકીની કેટલીક દુકાનોમાંથી જથ્થો બારોબાર પગ કરી જતો હોવાની બુમો ઉઠવા પામી છે. તાલુકાનો પુરવઠા વિભાગ આ બાબતે સઘન અને તટસ્થ તપાસ કરે તો ઘણી ગેરરીતિઓ બહાર આવવા સંભવ છે. તાલુકામાં બીપીએલ રેશનકાર્ડોની લહાણી પણ આડેધડ રીતે કરવામાં આવતી હોવાની પણ વ્યાપક લોકચર્ચાઓ ઉઠવા પામી છે. સામાન્યરીતે જે વ્યક્તિઓના નામ બીપીએલ માં હોય તેઓના જ બીપીએલ રેશનકાર્ડ હોઇ શકે.પરંતુ ઘણી ખમતીધર આર્થિક રીતે સધ્ધર વ્યક્તિઓ પાસે પણ બીપીએલ રેશનકાર્ડો છે. આ બીપીએલ રેશનકાર્ડો પૈકીના મોટાભાગના રેશનકાર્ડ પુરવઠા તંત્રની અમી નજરથી બન્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે ત્યારે જિલ્લા પુરવઠા વિભાગ તાકીદે યોગ્ય રસ લઇને ન્યાયિક તપાસ કરવા આગળ આવે તે જરુરી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

માંગરોળ ઉમરપાડામાં ગણપતભાઈ વસાવાના હસ્તે 32 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરાયું.

ProudOfGujarat

માંગરોળ કોંગ્રેસ સમિતિનાં આગેવાનો અને વીસ ગામનાં સરપંચોએ GIPCL કંપની પાસે મહામારી સમયે અસરગ્રસ્ત લોકોને અનાજ કીટ આપવા માંગ કરી.

ProudOfGujarat

ઝરૂખામાં ફક્ત આવીને જાય છે તો પણ તારી ઝલક નિહાળી મન પ્રેમથી ખુબ હરખાય છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!