Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જૂના બોરભાઠા બેટમાં આહીર સમાજની APL-20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ : 36 ટીમો વચ્ચે આગામી 15 દિવસ સુધી ક્રિકેટનો જંગ જામશે, યુવાનોમાં એકતા અને ભાઈચારો વધારવાનો પ્રયાસ

Share

 

ભરૂચ જિલ્લાના જૂના બોરભાઠા બેટ ગામે લાભ પાંચમના પવિત્ર દિવસે આહીર સમાજની APL-20 ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો હતો. આ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાના વિવિધ ગામો અને શહેરોની કુલ 36 ટીમોએ ભાગ લીધો છે. આગામી 15 દિવસ સુધી રમાનારી આ સ્પર્ધામાં ક્રિકેટપ્રેમીઓને રોમાંચક મુકાબલાઓ માણવા મળશે.

Advertisement

આહીર સમાજના યુવાનો એકબીજાના પરિચયમાં આવે, સમાજમાં એકતા અને ભાઈચારો વધે તેમજ યુવાનો વ્યસનોથી દૂર રહી રમતગમત તરફ પ્રેરાય તેવા ઉમદા હેતુથી દર વર્ષે અલગ-અલગ ગામોમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરાને આગળ ધપાવતા આ વર્ષે જૂના બોરભાઠા બેટ ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

ટુર્નામેન્ટનો પ્રારંભ ભરૂચ જિલ્લા આહીર સમાજના પ્રમુખ દિનેશ આહીર, જૂના બોરભાઠા બેટના સરપંચ પંકજ પટેલ, ઉપસરપંચ દીપક પટેલ તેમજ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધીરજ આહીર, ઈશ્વર ખોડા આહીર, બાલુ આહીર, નટુ આહીર, કેશવ આહીર અને કરસન આહીર સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આગેવાનોએ રમતગમતની સાથે યુવાનોમાં સંગઠન, એકતા અને પરસ્પર આત્મીયતા વધે તેવો આશય વ્યક્ત કરી ટુર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ ટીમોને શુભેચ્છાઓ પાઠવી હતી.


Share

Related posts

અંકલેશ્વર ખાતે ‘હવે તો બસ એક જ વાત યોગમય બનશે ગુજરાત’ નું આયોજન કરાયું.

ProudOfGujarat

આમોદ તાલુકાના રનાડા ગામે પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતા વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

ભાવનગરમાં કરુણા અભિયાનના અંતર્ગત પાંચ દિવસમાં 132 પક્ષીઓની સારવાર કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!